IndiGo Flight Bomb Threat:દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બ હોવાની ધમકી મળી છે. આ પછી તરત જ પ્લેનને રનવે પર રોકી દેવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને તરત જ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.


વિમાન દિલ્હીના T2 ટર્મિનલથી સવારે 5:04 વાગ્યે બનારસ માટે ટેકઓફ કરવાનું હતું, પરંતુ બોમ્બની માહિતી મળતાં મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને બોલાવવામાં આવી હતી. આ સિવાય સીઆઈએસએફની 5 ટીમો પણ સ્થળ પર હાજર છે. શોધ ચાલુ છે.                                                                                  


 






ટિશ્યુ પેપરમાં બોમ્બ લખવામાં આવ્યો હતો


ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા સીઆઈએસએફના એક અધિકારીએ જણાવ્યું કે, ઈન્ડિગો ફ્લાઈટમાં ટિશ્યુ પેપર પર લખેલું બોમ્બ મળી આવ્યું છે. આ પછી જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે આવું કંઈ જ નથી.






 ઈન્ડિગો ફ્લાઈટમાંથી લોકો કેવી રીતે બહાર આવ્યા?


ઈન્ડિગોની ફ્લાઈટમાંથી બહાર નીકળતા મુસાફરોના વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લોકો ઈમરજન્સી ગેટમાંથી બહાર નીકળી રહ્યા છે. તે જોઈ શકાય છે કે વિમાનમાંથી મુસાફરોને ઝડપથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ ઉતાવળમાં કેટલાક લોકો બારીમાંથી બહાર આવતા પણ જોવા મળે છે.