Aligarh News: મહિલા ઇશરત તેના પુત્ર સાથે પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન આવી હતી. આ દરમિયાન ઈન્સ્પેક્ટર મનોજ કુમાર શર્મા પોતાની પિસ્તોલ વડે કંઈક ચેક કરી રહ્યા હતા. અચાનક તેની પિસ્તોલમાંથી ગોળી નીકળી હતી અને મહિલાને લાગી ગઇ અને મહિલા ઢળી પડી.


અલીગઢ પોલીસ સ્ટેશનમાં, સબ-ઇન્સ્પેક્ટરની બેદરકારીને કારણે, પિસ્તોલમાંથી છોડવામાં આવેલી ગોળી એક મહિલાના માથામાં વાગી હતી. મહિલાને ગંભીર હાલતમાં મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની હાલત નાજુક છે. મહિલા ઇશરત તેના પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન આવી હતી, ત્યારે અચાનક ઇન્સ્પેક્ટર મનોજ શર્માની સરકારી પિસ્તોલમાંથી ગોળી નીકળી હતી, જે સીધી મહિલાના માથાના પાછળના ભાગે વાગી હતી.






 પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને આ મામલે ઈન્સ્પેક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. બેદરકાર ઇન્સ્પેક્ટર મનોજ શર્મા ફરાર છે અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે, SSPએ બેદરકારી દાખવનાર ઈન્સ્પેક્ટર વિરુદ્ધ કેસ નોંધવાના આદેશ આપ્યા છે.


વાસ્તવમાં, એક મહિલા ઇશરત તેના પુત્ર સાથે પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન આવી હતી. આ દરમિયાન ઈન્સ્પેક્ટર મનોજ કુમાર શર્મા પોતાની પિસ્તોલ વડે કંઈક ચેક કરી રહ્યા હતા. અચાનક તેની પિસ્તોલમાંથી ગોળી નીકળી હતી જે સીધી ઇશરતના માથામાં વાગી હતી અને ઇશરત જમીન પર પડી હતી. આ ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. ઘટના બાદથી આરોપી ઈન્સ્પેક્ટર મનોજ શર્મા ફરાર છે. મહિલાને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી છે અને તેના પરિવારના સભ્યોની હાલત ખરાબ છે.


આ મામલે અલીગઢના એસએસપી કલાનિધિ નૈથાનીએ જણાવ્યું કે, આ ઘટના આજે બપોરે 2.50 વાગ્યે પોલીસ સ્ટેશનમાં બની હતી. પોલીસ સ્ટેશનની સીસીટીએનએસ ઓફિસમાં સબ-ઇન્સ્પેક્ટર મનોજ કુમારના સરકારી પિસ્તોલમાંથી ફાયર કર્યું હતું. એક મહિલા જે પાસપોર્ટ વેરિફિકેશન માટે કોઈ કામ માટે ત્યાં આવી હતી અને નજીકમાં ઉભી હતી તેને ગોળી વાગી હતી. તેને માથામાં ઈજા પહોંચતા તે ઢળી પડી હતી. તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તેમની  સારવાર ચાલી રહી છે. ગોળી તેના માથાના પાછળના ભાગે વાગી હોવાથી મહિલાની સ્થિતિ નાજુક છે.


એસએસપીએ કહ્યું કે, “મહિલા સારવાર હેઠળ  છે અને મેડિકલ કોલેજમાં તેને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. હાલ સીઓ વગેરે તાત્કાલિક ત્યાં પહોંચી ગયા છે અને પરિવારના સભ્યો જે પણ ફરિયાદ કરશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઇન્સ્પેક્ટર દ્વારા જે પણ બેદરકારી કરવામાં આવી હશે, તેની સામે કડક શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે અને તે ગુનાહિત શ્રેણીમાં આવશે. ગોળી કેવી રીતે ફાયર કરવામાં આવી તે સ્પષ્ટ નથી, તે અગમ્ય કારણોસર ફાયર કરવામાં આવ્યું હતું. નજીકમાં અન્ય પોલીસ કર્મી પણ ઉભા છે જો કે સદભાગ્યે તે બચી ગયા અને દુર્ભાગ્યપૂર્ણ છે કે, મહિલાને ગોળી વાગી ગઇ હતી. જેમની બેદરકારીથી પિસ્તોલમાંથી ગોળી છૂટી હતી તે ઇન્સપેક્ટ ફરાર છે.