Fact check:લોકસભા ચૂંટણીના થોડા દિવસો પહેલા બોલિવૂડ એક્ટર આમિર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આમિર ખાન કોંગ્રેસ માટે પ્રચાર કરતા પીએમ મોદીની ટીકા કરી રહ્યા છે. જો કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો રિયલ નથી.


બોલિવૂડ એક્ટર આમિર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આમિર ખાન નરેન્દ્ર મોદીના જૂના નિવેદનની ટીકા કરી રહ્યા છે.તમામ ભારતીયોના બેંક ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. કોંગ્રેસના ઘણા સમર્થકોએ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. જોકે, જ્યારે વેબસાઈટ બૂમે આ વીડિયોની તપાસ કરી તો તે ડીપ ફેક હોવાનું જાણવા મળ્યું. ખરેખર, આ વાયરલ વીડિયોમાં નકલી ઓડિયો અલગથી ઉમેરવામાં આવ્યો છે.


વીડિયોમાં શું છે.


30 સેકન્ડના આ વીડિયોમાં આમિર ખાનને એમ કહેતા સાંભળી શકાય છે કે, મિત્રો, જો તમને લાગે છે કે ભારત એક ગરીબ દેશ છે તો તમે બિલકુલ ખોટા છો, કારણ કે અહીંનો દરેક નાગરિક કરોડપતિ છે. તમે શું કહ્યું કે દરેક પાસે ઓછામાં ઓછા 15 લાખ હોવા જોઈએ? જો તમારી પાસે આ રકમ નથી તો તમારા 15 લાખ રૂપિયા ક્યાં ગયા?  જુમલેબાજોથી  સાવચેત રહો, નહીં તો તમને નુકસાન થશે. આ વીડિયો X પર પ્રો યુઝર @HarishMeenaINC દ્વારા શેર કરવામાં આવ્યો છે. પોસ્ટની આર્કાઇવ લિંક જુઓ


માત્ર હરીશ જ નહીં, ભારતીય યુથ કોંગ્રેસ (IYC)ના કાર્યકર નિશાંત અગ્રવાલ અને ભૂતપૂર્વ IYC કાર્યકર મિની નાગરેએ પણ AI વૉઇસ ક્લોનનો આ વીડિયો શેર કર્યો છે. કોંગ્રેસ કાર્યકર રાજીવ ઘુટેએ પણ આ વીડિયો ફેસબુક પર શેર કર્યો છે. પોસ્ટની આર્કાઇવ લિંક જુઓ


જ્યારે તપાસ કરી તો હકીકત આવી સામે


જ્યારે આ વીડિયોની તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ વીડિયોની પાછળ AIની મદદથી આમિર ખાનનો નકલી અવાજ લગાવવામાં આવ્યો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે આમિર ખાન સત્યમેવ જયતેના એક એપિસોડનું પ્રમોશન કરી રહ્યો હતો. આ વાયરલ વીડિયોનો અસલી વીડિયો 30 ઓગસ્ટ 2016ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેનું નામ હતું સત્યમેવ જયતે એપિસોડ 4 પ્રોમો – દરેક ભારતીય એક કરોડને પાત્ર છે.આ ઓરિજિનલ વીડિયોમાં આમિર ખાન 15 લાખ નહીં પણ 1 કરોડ રૂપિયાનો ઉલ્લેખ કરતો જોવા મળે છે. આ સાથે આ પ્રોમો વિડિયોમાં અભિનેતા આમિર ખાન કોઈપણ પક્ષને સમર્થન કરતો જોવા નથી મળી રહ્યો. આ પછી, BOOM ટીમ સત્યમેવ જયતેની સત્તાવાર વેબસાઇટ પર ગઈ જ્યાં આ પ્રોમોને 'કિંગ્સ એવરી ડે' શીર્ષક હેઠળ શેર કરવામાં આવ્યો. એટલું જ નહીં, IMDB અનુસાર આ એપિસોડનું પ્રીમિયર 26 માર્ચ 2014ના રોજ થયું હતું.