Corona vaccine:કોરોના વાયરસ ફરી એકવાર મ્યૂટેટ થયો છે અને નવા પ્રકાર તરીકે ઉભરી આવ્યો છે. આ વેરિઅન્ટનું નામ JN.1 છે. આ પ્રકાર BA.2.86 નો પ્રકાર છે. કેરળના ત્રિવેન્દ્રમમાં કોરોનાના નવા પ્રકારનો કેસ સામે આવ્યો હતો. કેરળમાં 79 વર્ષીય મહિલામાં આ વેરિયન્ટની પુષ્ટિ થઈ હતીછે. WHO એ આ પ્રકાર વિશે ચેતવણી આપી હતી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રકારના કેટલાક કેસ કેરળ અને તમિલનાડુમાં સહિત અનેક રાજ્યોમાં નોંધાયા છે.


WHO એ આ પ્રકાર વિશે ચેતાવણી આપી હતી. આ ચેતાવણીના બે કારણો છે. પહેલું કારણ એ છે કે અત્યાર સુધીમાં આ વેરિઅન્ટમાં 40 થી વધુ મ્યુટેશન થઈ ચૂક્યા છે, આને કોવિડનું પહેલું વેરિઅન્ટ કહી શકાય કે જેનાથી તેનો આકાર આટલી ઝડપથી બદલાઈ ગયો.બીજું કારણ એ છે કે રસીમાંથી મળેલી રોગપ્રતિકારક શક્તિ તેના પર કામ કરી રહી નથી.આ પ્રકાર સૌપ્રથમ લક્ઝમબર્ગમાં જોવા મળ્યો હતો, જે ઉત્તર-પશ્ચિમ યુરોપનો એક નાનો દેશ છે. પરંતુ હવે ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, આઈસલેન્ડ અને અમેરિકામાં પણ તેના પીડિતો જોવા મળ્યા છે.જો કે WHOનો દાવો છે કે, રસી લેનાર માટે કોરોના જીવલેણ ઘાતક નથી બનતો જેથી જિંદગી બચાવી શકાય છે.


શું જૂની રસી JN.1 પર અસરકારક છે?


કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ના ઝડપી પ્રસારને કારણે હાલની રસીઓ તેની સામે રક્ષણ આપી શકશે કે કેમ તે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. WHOએ કહ્યું કે વર્તમાન રસી JN.1 અને SARS-CoV-2 દ્વારા થતા ગંભીર રોગ અને મૃત્યુ સામે રક્ષણ આપવા સક્ષમ છે. WHOએ કહ્યું કે તે JN.1 વેરિઅન્ટ પર સતત નજર રાખી રહ્યું છે.


WHOએ લોકોને રસી લેવા, માસ્ક પહેરવા અને સુરક્ષિત અંતર જાળવવા જેવા નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે, જેથી કોરોના સંક્રમણથી બચી શકાય. એટલું જ નહીં, WHOએ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાના કિસ્સામાં ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપી છે.


આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર,  છેલ્લા 24 કલાકની અંદર કોવિડ -19 ના 752 નવા કેસ નોંધાયા છે. આના કારણે દેશભરમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 3,420 થઈ ગઈ છે.  આ ઉપરાતં કેરળમાં 2, રાજસ્થાન અને કર્ણાટકમાં 1-1 મળી કુલ 4 લોકોના મોત થયા છે.