Attack on Hindu Temple :બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ મંદિર પર હુમલો થયો છે. શુક્રવારે મોડી રાત્રે કટ્ટરપંથીઓએ ઈસ્કોન સેન્ટર પર હુમલો કરીને તેને આગ ચાંપી દીધી હતી. તોફાનીતત્વોએ ઢાકાના નમહટ્ટામાં ઇસ્કોન મંદિરની પાછળના ટીન શેડમાં આગ લગાડી હતી. મંદિરમાં રાખેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. શનિવારે સવારે3 વાગ્યે કે આગ લાગી હતી.
બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્રારા હિંદુઓ અને હિંદુ મંદિરો પર હુમલા કરવાનું યથાવત છે. શુક્રવારે રાત્રે (6 ડિસેમ્બર 2024) ઢાકામાં અન્ય એક હિન્દુ મંદિરને નિશાન બનાવવાના સમાચાર છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, કટ્ટરપંથીઓએ શુક્રવારે રાત્રે ઇસ્કોન નમહટ્ટા મંદિર ઢાકા પર હુમલો કર્યો હતો.
સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ પહેલા મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી, ત્યારબાદ ટોળાએ દેવતાઓની મૂર્તિઓને આગ લગાવી દીધી હતી. ઇસ્કોન બાંગ્લાદેશમાં સ્થિત આ મંદિરનું સંચાલન કરે છે. આ હુમલા બાદ હિંદુ સંગઠનોએ ફરી એકવાર આરોપ લગાવ્યો છે કે, કટ્ટરવાદીઓ લઘુમતી હિંદુઓને સતત નિશાન બનાવી રહ્યા છે અને મુહમ્મદ યુનુસ મૂક પ્રેક્ષક બની રહ્યા છે.
કોલકાતા ઇસ્કોનના વાઇસ પ્રેસિડેન્ટે પુષ્ટિ કરી છે
કોલકાતા ઈસ્કોનના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. "મંદિરની ટીનની છત દૂર કરવામાં આવી હતી અને મૂર્તિઓને બાળી નાખતા પહેલા તેના પર પેટ્રોલ રેડવામાં આવ્યું હતું," એક સપ્તાહ પહેલા ઇસ્કોન નમહટ્ટા કેન્દ્રને મુસ્લિમની ભીડે જબરદસ્તી બંધ કરી દીધું હતું. ચિન્મયકૃષ્ણ દાસ પ્રભુ અને સહયોગીને ધરકડ કરવામાં આવી છે. હિન્દુ સંગઠન ઇસ્કોન પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ ને દેશ દ્રોહના મામલા દ્વારા હિંદુના વિરોધનું દમન કરવામાં આવી રહ્યું છે અને હિન્દુઓનું ઉત્પીડન ચાલું છે.."