Siachen Day:વીરોનું માન વધારવા માટે તેમના ઘર સુઘી પહોંચાડી સિયાચિન ગ્લેશિયરની માટી

Siachen Day:સિયાચીન ગ્લેશિયરના સાલ્ટોરો રિજ ક્ષેત્ર પાકિસ્તાન તેમજ ચીનની વચ્ચે એક દિવાલની જેમ છે. પાકિસ્તાનનું ષડયંત્ર હતું કે, આ ક્ષેત્રનો કબ્જો લઇને તેને ચીન સાથે જોડી દેવું. જો કે ભારતીય સેનાએ ઇરાદાને નિષ્ફળ કરી દીધું

Continues below advertisement

Siachen Day:સિયાચીન ગ્લેશિયરના સાલ્ટોરો રિજ ક્ષેત્ર પાકિસ્તાન તેમજ ચીનની વચ્ચે એક દિવાલની જેમ છે. પાકિસ્તાનનું ષડયંત્ર હતું કે, આ ક્ષેત્રનો કબ્જો લઇને તેને ચીન સાથે જોડી દેવું. જો કે ભારતીય સેનાએ  ઇરાદાને નિષ્ફળ કરી દીધું.

Continues below advertisement

સિયાચીન ગ્લેશિયરના સાલ્ટોરો રિજ ક્ષેત્ર પાકિસ્તાન તેમજ ચીનની વચ્ચે એક દિવાલની જેમ છે. પાકિસ્તાનનું ષડયંત્ર હતું કે, આ ક્ષેત્રનો કબ્જો લઇને તેને ચીન સાથે જોડી દેવું. જો કે ભારતીય સેનાએ  ઇરાદાને નિષ્ફળ કરી દીધું.13 એપ્રિલે ભારતીય સૈનિકોએ જીવના જોખમે લોહી જમાવી દેતી ઠંડીમાં પાકિસ્તાનના નાપાક ઇરાદા પર પાણી ફેરવી દીધું હતું.

વિશ્વના સર્વોચ્ચ યુદ્ધક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરની ધરતી રક્ત થીજવતી ઠંડીમાં પણ સીમાની રક્ષા કરતા વીરોનું સન્માન વધારી રહી છે. 13 એપ્રિલ, ગુરુવારે સિયાચીન દિવસની ઉજવણી કરીને, સેના સિયાચીન યુદ્ધ સ્મારક ખાતે શહીદોને યાદ કરે છે.

આ વખતે સિયાચીનના નાયકોને સન્માન આપવા માટે સેનાએ ગ્લેશિયરની માટી અને યુદ્ધની યાદ અપાવતા ફોટા તેમના ઘરે મોકલ્યા છે. સિયાચીન દિવસે પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન બાના સિંહના વિડિયો સંદેશની સાથે શહીદોના સ્વજનોનો સંદેશ પાઠવીને સૈનિકોનું મનોબળ વધાર્યુ.

જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સના જવાનોએ કેપ્ટન બાના સિંહનું અભિવાદન કર્યું અને તેમને સિયાચીનની માટી સાથેના ઘણા જૂના ફોટોગ્રાફ્સ આપ્યા. તેઓ જવાનોને કેપ્ટન બાના સિંહનો વીડિયો સંદેશ રેકોર્ડ કરીને સાથે લઈ ગયા. આ ઉપરાંત અન્ય શહીદોના સ્વજનોનું તેમના ઘરે જઈને સન્માન કરવામાં આવ્યું હતું. આમાં શહીદ વીર ચક્ર વિજેતા કેપ્ટન સાહિલ શર્માની માતા કિરણ શર્મા પણ સામેલ છે.

કેપ્ટન સાહિલે 1995માં ઓપરેશન અમન દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. બલિદાન વીર ચક્ર વિજેતા સુબેદાર બહાદુર સિંહની પત્ની પ્યારી દેવી, 1984માં સિયાચીનના બીલાફોન્ડા લા ખાતે બલિદાન આપનાર લાન્સ નાઈક ચંચલ સિંહની પત્ની દુર્ગા દેવી, વીર ચક્ર વિજેતા હવાલદાર સુરેન્દ્ર સિંહની પત્ની અનિતા, બિલાફોન્ડા લામાં બલિદાન આપનાર રકિતિ ચક્ર વિજેતા હીરો ઉમેશ ચંદ્રની પત્ની દેવી અને દેવકી દેવીનું સન્માન કરવામાં આવ્યું હતું.

સૈનિકોનું મનોબળ ઊંચું રહેવું જોઇએ

જૂન 1987માં સિયાચીન ગ્લેશિયરમાં 21 હજાર 153 ફૂટની ઉંચાઈએ પાકિસ્તાનથી ભારતીય ચોકી પાછી મેળવનાર પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન બાના સિંહનું કે બલિદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં. સેનાએ શહીદોના પરિવારજનોને પ્રોત્સાહિત કરીને સિયાચિન દિવસ પર પ્રશંસનીય કાર્ય કર્યું છે. સિયાચીન ગ્લેશિયરમાં ભારતીય સૈનિકો મજબૂત ઈચ્છા શક્તિથી અશક્યને શક્ય બનાવી રહ્યાં છે. તેમનું મનોબળ ઉંચુ રહે તે જરૂરી છે.

સિયાચિન ગ્લેશિયલનું મહત્વ

સિયાચીન ગ્લેશિયરનો સાલ્ટોરો રિજ વિસ્તાર પાકિસ્તાન અને ચીન વચ્ચેની દિવાલ સમાન છે. આ વિસ્તાર પર કબજો કરીને તેને ચીન સાથે જોડવાનું પાકિસ્તાનનું કાવતરું હતું, પરંતુ ભારતીય સેનાએ આ યોજનાને નિષ્ફળ બનાવી દીધું. સિયાચીનમાં ભારતીય સેનાના ત્રણ હજાર સૈનિકો દેશની સેવા કરી રહ્યા છે. સિયાચીનમાં એક દિવસનો સરેરાશ ખર્ચ પાંચથી સાત કરોડની વચ્ચે છે.

Continues below advertisement
Sponsored Links by Taboola