શોધખોળ કરો

PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 

PM Modi In Jamnagar: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે, જામનગરમાં જનસભાને સંબોધી.
  • ગુજરાતના વિકાસ કાર્યો અને સેમિકન્ડક્ટર ક્ષેત્રની પ્રગતિ વર્ણવી.
  • પશ્ચિમ બંગાળ ચૂંટણી જીતનો ઉલ્લેખ, કાર્યકરોના બલિદાનને યાદ કર્યા.
  • સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધા બાદ વડોદરામાં જનસભા સંબોધશે.

PM Modi In Jamnagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 મેના રોજ ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન મોદીએ રવિવારે રાત્રે જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે આયોજિત જનસભાને સંબોધિત કરી હતી. મંત્રી અર્જુન મોઢવાડીયા, મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. બે દિવસીય આ ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરની જનતામાં પીએમ મોદીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને સ્થાનિક લોકોએ 'દિલ સે મોદી' લખેલી ખાસ ઘડિયાળો પહેરીને પીએમને અનોખી રીતે આવકાર્યા હતા. 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ગુજરાતની વિકાસગાથા વાગોળતા જણાવ્યું હતું કે, એક જમાનો હતો જ્યારે ગુજરાત માત્ર મીઠાના ઉત્પાદન માટે જાણીતું હતું. પરંતુ આજે ગુજરાત સેમિકન્ડક્ટર, મેટ્રો કોચ અને આધુનિક રેલવે એન્જિન બનાવી રહ્યું છે અને હવે વિમાન બનાવવાની પણ તૈયારીમાં છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાત ક્લાયમેટ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી બનાવનારું પ્રથમ રાજ્ય છે અને રિન્યૂબલ એનર્જી ક્ષેત્રે દેશના વિકાસમાં ગુજરાતનો સિંહફાળો છે.

બંગાળની ચૂંટણીમાં ભાજપને મળેલી જીતનો કર્યો ઉલ્લેખ 

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપને મળેલી જીતનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમના લાંબા રાજકીય જીવનમાં ઘણી ચૂંટણીઓ જોઈ છે, પરંતુ બંગાળના પરિણામોનો પ્રભાવ પહેલીવાર આટલો ઊંડો અનુભવ્યો છે. બંગાળના વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. બંગાળના લોકોને કોઈ પીડા થાય તો તેની વેદના ગુજરાતીઓ અનુભવતા હતા. ત્યારે આ પરિણામોથી દરેક ગુજરાતીને હાશકારાનો અનુભવ થયો છે. આ માટે ભાજપના 300થી વધુ કાર્યકર્તાઓએ બલિદાન આપ્યું છે. બંગાળમાં પરિવર્તન આવતા ગુજરાતના લોકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. બંગાળના વિકાસમાં છેલ્લા 50 વર્ષનો જે ખાડો છે, તેને ભારતીય જનતા પાર્ટી પૂર્ણ કરશે. પીએમએ કહ્યું કે, દેશની યુવા પેઢી હવે જાગૃત છે અને તેઓ જ દેશનું ભવિષ્ય નક્કી કરશે. તેઓ ભાજપને સતત જનસમર્થન આપી રહ્યા છે અને પોતાનું ભવિષ્ય જાતે જ નક્કી કરી રહ્યા છે, મોટા સપનાઓ જોઈ રહ્યા છે અને તેને સાકાર પણ કરી રહ્યા છે.

નોંધનીય છે કે વડાપ્રધાન મોદી આજે સોમનાથની મુલાકાત લેવાના છે. સોમનાથ મહાદેવના નૂતન મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થઈ રહી છે, જેમાં પીએમ મોદી ભાગ લેશે અને ત્યાર બાદ વડોદરા જવા રવાના થશે. વડોદરામાં પણ એક વિશાળ જાહેર સભાને સંબોધશે.

Frequently Asked Questions

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે ક્યારે હતા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 મેના રોજ ગુજરાતની મુલાકાતે હતા. તેમણે જામનગરમાં જનસભાને સંબોધિત કરી હતી.

જામનગરમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કોણે કર્યું હતું?

મંત્રી અર્જુન મોઢવાડીયા, મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ ગુજરાતના વિકાસ વિશે શું કહ્યું?

તેમણે જણાવ્યું કે ગુજરાત હવે સેમિકન્ડક્ટર, મેટ્રો કોચ અને આધુનિક રેલવે એન્જિન બનાવી રહ્યું છે અને વિમાન બનાવવાની પણ તૈયારીમાં છે. ગુજરાત રિન્યૂબલ એનર્જી ક્ષેત્રે પણ મહત્વનો ફાળો આપી રહ્યું છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો વિશે વડાપ્રધાન મોદીએ શું કહ્યું?

તેમણે કહ્યું કે બંગાળના પરિણામોનો પ્રભાવ તેમના લાંબા રાજકીય જીવનમાં સૌથી ઊંડો રહ્યો છે. આ પરિણામોથી ગુજરાતીઓને હાશકારો મળ્યો છે અને બંગાળના વિકાસમાં ભાજપ યોગદાન આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 17 જૂને દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો ગુજરાતમાં ક્યારે મેઘમેહર?
આવતીકાલનું હવામાનઃ 17 જૂને દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો ગુજરાતમાં ક્યારે મેઘમેહર?
આધાર કાર્ડ નાગરિકતા કે ઉંમરનો પુરાવો નથી, સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ
આધાર કાર્ડ નાગરિકતા કે ઉંમરનો પુરાવો નથી, સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ
ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર: ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું?
ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર: ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું?
ગુજરાતમાં ભેળસેળિયાઓ પર તવાઈ: 5.89 કરોડનું નકલી ઘી-તેલ ઝડપાયું! સરકારનું મોટું ઓપરેશન
ગુજરાતમાં ભેળસેળિયાઓ પર તવાઈ: 5.89 કરોડનું નકલી ઘી-તેલ ઝડપાયું! સરકારનું મોટું ઓપરેશન
Advertisement

વિડિઓઝ

Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Ambalal Patel: ગુજરાતમાં કઈ તારીખથી થશે ચોમાસાનું આગમન? અંબાલાલ પટેલની મોટી આગાહી
US Plane Crash : અમેરિકામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 8 લોકોના મોત
Gujarat Rain : કચ્છ અને પાટણના વાતાવરણમાં પલટો, સવારે પડ્યું વરસાદી ઝાપટું
Monsoon 2026 : સેટેલાઇટ તસવીરમાં ચોમાસાના વાદળ ગાયબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 17 જૂને દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો ગુજરાતમાં ક્યારે મેઘમેહર?
આવતીકાલનું હવામાનઃ 17 જૂને દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો ગુજરાતમાં ક્યારે મેઘમેહર?
આધાર કાર્ડ નાગરિકતા કે ઉંમરનો પુરાવો નથી, સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ
આધાર કાર્ડ નાગરિકતા કે ઉંમરનો પુરાવો નથી, સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ
ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર: ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું?
ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર: ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું?
ગુજરાતમાં ભેળસેળિયાઓ પર તવાઈ: 5.89 કરોડનું નકલી ઘી-તેલ ઝડપાયું! સરકારનું મોટું ઓપરેશન
ગુજરાતમાં ભેળસેળિયાઓ પર તવાઈ: 5.89 કરોડનું નકલી ઘી-તેલ ઝડપાયું! સરકારનું મોટું ઓપરેશન
ક્રૂડ ઓઈલ 20% સસ્તું થયું: ભારતમાં પેટ્રોલ-ડીઝલ કઈ તારીખથી સસ્તા થશે?
ક્રૂડ ઓઈલ 20% સસ્તું થયું: ભારતમાં પેટ્રોલ-ડીઝલ કઈ તારીખથી સસ્તા થશે?
Weather Update: દેશમાં અલ નિનો કારણે નબળું પડી શકે છે ચોમાસું, જાણો કોણે આપી ચેતવણી 
Weather Update: દેશમાં અલ નિનો કારણે નબળું પડી શકે છે ચોમાસું, જાણો કોણે આપી ચેતવણી 
Telegram Ban News: કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર મુક્યો અસ્થાયી પ્રતિબંધ, NEET રી-એક્ઝામ વચ્ચે મોટો નિર્ણય
Telegram Ban News: કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર મુક્યો અસ્થાયી પ્રતિબંધ, NEET રી-એક્ઝામ વચ્ચે મોટો નિર્ણય
Gold Silver Rate: ચાંદી 4400 રુપિયા સસ્તી થઈ, સોનાના ભાવ પણ ઘટ્યા, જાણો  Gold-Silver ની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદી 4400 રુપિયા સસ્તી થઈ, સોનાના ભાવ પણ ઘટ્યા, જાણો  Gold-Silver ની લેટેસ્ટ કિંમત 
Embed widget