જાપાનમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક બેરોજગાર વ્યક્તિએ બે વર્ષ સુધી એક લોકપ્રિય ફૂડ ડિલિવરી એપ સાથે છેતરપિંડી કરી અને મોંઘા, સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો. નોંધનીય છે કે આ વ્યક્તિએ એક પણ પૈસો ચૂકવ્યા વિના 2.1 મિલિયન યેન (આશરે 2.1 મિલિયન રૂપિયા)નું ભોજન કર્યું હતું. આ ઘટના જાપાનના નાગોયામાં બની હતી. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, Takuya Higashimoto નામનો આ વ્યક્તિ Demae-can એપ મારફતે બે વર્ષ સુધી દરરોજ ઇલ બેન્ટો, હેમબર્ગર સ્ટીક અને આઈસ્ક્રીમ જેવી મોંઘી ખાદ્ય ચીજોનો ઓર્ડર આપ્યો હતો.

Continues below advertisement

દરેક ભોજન પછી તે એપ પર ફરિયાદ નોંધાવતો હતો કે તેને તેને ફૂડ મળ્યું નથી. કંપની તરત જ તેની સંપૂર્ણ રકમ પરત કરતી હતી. આ રીતે તાકુયાને દર વખતે ફૂડ અને રિફંડ બંને મળતા હતા.

124 નકલી એકાઉન્ટ બનાવવામાં આવ્યા

Continues below advertisement

પકડવાથી બચવા માટે તાકુયાને લગભગ 124 નકલી એકાઉન્ટ બનાવ્યા. દરેક એકાઉન્ટમાં અલગ અલગ નામ, સરનામું અને નકલી દસ્તાવેજોથી ખરીદેલા પ્રીપેડ સિમ કાર્ડનો ઉપયોગ થતો હતો. તેને લાગતું હતું કે તે આ રીતે ક્યારેય પકડાશે નહીં.

તેનો પર્દાફાશ કેવી રીતે થયો?

30 જૂલાઈના રોજ તાકુયાએ ફરીથી આઈસ્ક્રીમ અને ચિકન સ્ટેકનો ઓર્ડર આપ્યો અને ફરિયાદ નોંધાવી હતી. જોકે, કંપનીને કંઈક ખોટું હોવાની શંકા ગઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે તાકુયાએ એપ સાથે છેતરપિંડી કરીને 1,095 વખત રિફંડ મેળવ્યું હતું. આ પછી કંપનીએ પોલીસ ફરિયાદ નોંધાવી અને તાકુયાની ધરપકડ કરવામાં આવી હતી.

સુરક્ષા નિયમો હવે વધુ કડક બનશે

આ ઘટના બાદ જાપાનમાં ફૂડ ડિલિવરી કંપનીઓ તેમની આઈડી વેરિફિકેશન અને સુરક્ષા પ્રણાલીઓને મજબૂત બનાવવા માટે પગલાં લઈ રહી છે. આ મામલો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોએ કંપનીની રિફંડ નીતિ પર સવાલ ઉઠાવ્યા છે, જ્યારે અન્ય લોકોએ તાકુયાની ચાલાકી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.