ઝારખંડમાં બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં  8થી વધુ લોકોના મોત થયા થયા છે. તો અનેક લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યૂ દરમિયાન 8 લોકોના મૃતહેદ બહાર કઢાયા છે.


ઝારખંડમાં બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં  8થી વધુ લોકોના મોત થયા થયા છે. તો અનેક લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યૂ દરમિયાન 8 લોકોના મૃતહેદ બહાર કઢાયા છે. ઝારખંડમાં  ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. . અહીં બસ અને ટ્રક વચ્ચેની સીધી ટક્કરમાં અનેક લોકોના મોત થયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 8 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે ઘણા લોકો ફસાયેલા છે. આ ઘટના પાકુરના અમદાપારાના પેડરકોલા (પાકુર રોડ અકસ્માત)ની છે.


ઘટનાની જાણ થતાં . ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીની તપાસ મુજબ બસ અને ટ્રક બંને તેજ ગતિએ આગળ વધી રહ્યા હતા. જેના કારણે અથડામણ થઈ હતી. એક ડઝનથી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે


ગુજરાતમાં ફરી વરસાદની આગાહી


રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે.  રાજ્યમાં પાંચ દિવસ સુધી  કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા,પાટણ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 જાન્યુઆરીએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  6 જાન્યુઆરીએ અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 


છેલ્લાં 5 દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડા પવનોને કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અલબત્ત શનિવારથી ઠંડા પવનોનું જોર ઘટતાં ઠંડીમાં આંશિંક ઘટાડો નોંધાયો છે છતાં ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે-ત્રણ દિવસો દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં આવતા અઠવાડિયા દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા છે.