Jammu Kasmir:કાશ્મીરના પુલવામા અવંતીપોરા નેશનલ હાઈવે પર બેકાબૂ ટ્રક CRPFના  વાહન સાથે  ભયંકર રીતે અથડાતા ત્રણ જવાન ઘાયલ થયા છે.  અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થતાં અકસ્માતના ભયંકર ફૂટેજ સામે આવ્યાં છે.  ઘાયલ જવાનોને સારવાર માટે તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.





દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં બુધવારે એક તેજ ગતિથી આવતો  ટ્રકે CRPFના વાહનને ટક્કર મારી હતી. આ દરમિયાન CRPFના ત્રણ જવાન ઘાયલ થયા હતા. પોલીસે આ મામલે અત્યારથી જ તપાસ શરૂ કરી દીધી છે. કહેવાય છે કે ટ્રક ખૂબ જ ઝડપે જઈ રહી હતી. દરમિયાન ડ્રાઈવરે તેના પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ પછી ટ્રક રોડની બીજી બાજુ પાર્ક કરાયેલી સીઆરપીએફના વાહન સાથે અથડાઈ હતી. અવંતીપોરામાં નેશનલ હાઈવેના નમ્બલ વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં 130 બટાલિયનના ત્રણ જવાન ઘાયલ થયા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.


Punjab: ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવનારા પ્રવાસી પંજાબીઓને ભારત આવતા રોકી રહી છે કેન્દ્ર સરકાર, જાણો કોણે લગાવ્યો આરોપ?


unjab NEWS:  પંજાબના બિન-નિવાસી ભારતીય (એનઆરઆઈ) બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે બુધવારે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યા તે અગાઉ ખેડૂત આંદોલનમાં સામેલ થનારા બિન-નિવાસી પંજાબીઓને ભારતમાં પ્રવેશ કરતા રોકવામાં આવી રહ્યા છે. ધાલીવાલ કેન્દ્રીય વિદેશ મંત્રાલય અને પંજાબ સરકારના NRI બાબતોના વિભાગ દ્વારા સંયુક્ત રીતે આયોજિત 'વિદેશ સંપર્ક કાર્યક્રમ'માં બોલી રહ્યા હતા.


પ્રવાસી પંજાબીઓ સાથે વ્યવહાર નિંદનીય


મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે કહ્યું હતું કે  કેન્દ્ર સરકારે બિન-નિવાસી પંજાબીઓને "પરેશાન" કરવાનું બંધ કરવું જોઈએ. ધાલીવાલે એક જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલનમાં ભાગ લેનારા બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) ને વિવિધ રીતે હેરાન કરવામાં આવે છે, તેમને ભારતમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા, અન્ય ઘણા લોકોના નામ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આવી કાર્યવાહી 'નિંદાપાત્ર' છે. તેમણે કહ્યું કે આ પ્રકારનું વર્તન બંધ થવું જોઈએ કારણ કે પ્રવાસી પંજાબીઓએ આ આંદોલનમાં  ભાગ લીધો હતો કારણ કે તેઓ તેમના દેશ અને તેમની જમીનને પ્રેમ કરે છે, તેથી તેઓ અહીંની પ્રગતિ વિશે પણ ચિંતિત છે. ધાલીવાલે કહ્યું કે પ્રવાસી પંજાબીઓ પ્રત્યે આ પ્રકારનું વર્તન કરવાથી વિદેશમાં ભારત સરકાર પ્રત્યે નકારાત્મક સંદેશ જાય છે, જેને રોકવો જોઈએ.


'વિદેશી પંજાબીઓને પણ પંજાબમાં જમીન ખરીદવાનો અધિકાર મળવો જોઈએ'









 


અન્ય મુદ્દા પર બોલતા ધાલીવાલે કહ્યું હતું કે દેશની સરકારે વિદેશમાં રાજકીય આશ્રય મેળવનારાઓ માટે નક્કર પગલાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે રાજકીય આશ્રય લેનાર વ્યક્તિની સ્થિતિ ગમે તે હોય, પરંતુ એવી જોગવાઈ હોવી જોઈએ કે વિદેશમાં નાગરિકતા મેળવ્યા બાદ પણ તે પોતાના દેશમાં આવી શકે. આ સાથે ધાલીવાલે પ્રવાસી પંજાબીઓને પંજાબમાં જમીન ખરીદવાની મંજૂરીની પણ માંગ કરી હતી.


Bageshwar Dham: બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મળી Y કેટેગરીની સુરક્ષા


Bageshwar Dham News: પ્રખ્યાત કથાકાર બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. થોડા સમય પહેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. Y સુરક્ષામાં એક કે બે કમાન્ડો હોય છે. આ સુરક્ષા વર્તુળમાં પોલીસકર્મીઓ સહિત આઠ જવાન સામેલ છે.


મળી હતી જાનથી મારી નાખવાની ધમકીઓ 


તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને તેમના પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. અમર સિંહ નામના વ્યક્તિએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાકાના દીકરાને ધમકીભર્યો ફોન કર્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, "ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવાર સાથે તેરમીની તૈયારી કરી લો." આ કોલ બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી