Gruha Lakshmi Yojana: કર્ણાટક સરકારે મહિલાઓના સશક્તિકરણ અને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે રક્ષાબંધનના અવસર પર ગૃહ લક્ષ્મી યોજના શરૂ કરી. આ યોજના બુધવાર, 30 ઓગસ્ટના રોજ મૈસુર શહેરમાં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત દર મહિને લાભાર્થીઓને 2-2 હજાર રૂપિયા આપવામાં આવશે.


લાભાર્થીઓની બેંકોમાં પૈસા જમા કરી કરી લોન્ચ


કર્ણાટક સરકારની આ યોજના લોકસભા સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શરૂ કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન આ યોજનાનું વચન આપ્યું હતું. આ રીતે, સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની રાજ્ય સરકારે વધુ એક ચૂંટણી વચન પૂરું કર્યું છે. યોજના હેઠળ, રાહુલ ગાંધીએ આજે ​​લાયક મહિલાઓના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા પૈસા મોકલીને તેની શરૂઆત કરી હતી.


અનેક મહિલાઓને લાભ મળશે


કર્ણાટક સરકારની ગૃહ લક્ષ્મી યોજના હેઠળ એવા પરિવારોને આર્થિક સહાય આપવામાં આવશે કે જેના ઘરની મુખ્ય મોભી (વડા) મહિલા છે. રાજ્યની 1 કરોડથી વધુ મહિલાઓને આ યોજનાનો લાભ મળવાની અપેક્ષા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એક દિવસ પહેલા મંગળવારે કહ્યું હતું કે રાજ્યમાં ગરીબ પરિવારોની લગભગ 1.1 કરોડ મહિલા વડાઓને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે.


આ વચનો ચૂંટણી પહેલા આપવામાં આવ્યા હતા


કર્ણાટક સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ગૃહ લક્ષ્મી કાર્યક્રમ માટે 17,500 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. ગૃહ લક્ષ્મી યોજના કોંગ્રેસની 5 ગેરંટીઓમાંની એક છે, જેના વચનો ચૂંટણી પહેલા આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે પાંચમાંથી ત્રણ ગેરંટી - શક્તિ, ગૃહ જ્યોતિ અને અન્ના ભાગ્યનો અમલ કરી દીધો છે. ગૃહ લક્ષ્મી યોજના ચોથી ગેરંટી છે. પાંચમી ગેરંટી યુવા ફંડ છે, જે અંતર્ગત રાજ્યના યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાનું વચન આપવામાં આવ્યું છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે દાવો કર્યો છે કે મહિલાઓ માટે આ વિશ્વની સૌથી મોટી કલ્યાણ યોજના છે.


કોને નહીં મળે લાભ?


આ યોજના આ અંતર્ગત એક પરિવારની માત્ર એક મહિલાને જ લાભ મળશે. જે મહિલાઓ સરકારી કર્મચારી છે અથવા ટેક્સ ચૂકવે છે અથવા જેમના પતિ આવકવેરો અથવા GST રિટર્ન ફાઇલ કરે છે તેમને આ યોજનાનો લાભ મળશે નહીં.


કેવી રીતે નોંધણી કરવી


આ યોજના માટે પાત્ર મહિલાઓએ પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે થઈ શકે છે. રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન પછી વેરિફિકેશન કરવામાં આવશે અને પછી સાચી  માહિતી  જણાશે તેવા મળવા પાત્ર મહિલાને આ યોજનાનો લાભ મળશે.