કેરળ વિધાનસભાએ બુધવારે સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં કેન્દ્રને રાજ્યનું નામ સત્તાવાર રીતે બદલીને 'કેરલમ' કરવા કર્યો છે. તમામ ભાષાઓમાં રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.  આ પ્રસ્તાવ મુખ્યમંત્રી પિનરાઈ વિજયને રજૂ કર્યો હતો. તેમણે કેન્દ્ર સરકારને ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ તમામ ભાષાઓમાં રાજ્યનું નામ બદલીને 'કેરલમ' કરવા અનુરોઘ કર્યો હતો.


 UDFએ કર્યો સ્વીકાર


કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષ યુડીએફ (યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ) દ્વારા કોઈપણ સુધારા અથવા ફેરફારો સૂચવ્યા વિના ઠરાવ સ્વીકારવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્પીકર એએન શમસીરે  હાથ ઉઠાવીને આપેલા સમર્થનના આધારે વિધાનસભા દ્વારા સર્વસંમતિથી પસાર કરાયેલ ઠરાવ જાહેર કર્યો હતો.                                                                                                                


 મલયાલમમાં કેરલમ કહેવાય છે


ઠરાવને આગળ વધારતા મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યને મલયાલમમાં 'કેરલમ' કહેવામાં આવે છે, પરંતુ અન્ય ભાષાઓમાં તે હજુ પણ કેરળ છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામના સમયથી મલયાલમ ભાષી સમુદાયો માટે સંયુક્ત કેરળની જરૂરિયાત મજબૂત રીતે ઉભરી આવી છે. વિજયને કહ્યું કે બંધારણની પ્રથમ સૂચિમાં આપણા રાજ્ય કેરળનું નામ છે.                                                                           


કેન્દ્ર સરકારે બંધારણની 8મી સૂચિમાં કેરળને 'કેરલમ' તરીકે સામેલ કરવું જોઈએ.


કેરળના મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, આપણા રાજ્ય કેરળનું નામ બંધારણની પ્રથમ સૂચિમાં લખાયેલું છે. તેમણે કહ્યું કે અમે સર્વસંમતિથી કેન્દ્ર સરકારને અનુરોધ કરીએ છીએ કે બંધારણના અનુચ્છેદ 3 હેઠળ કેરલમમાં સુધારો કરવા માટે તાત્કાલિક પગલાં ભરે અને બંધારણની આઠમી અનુસૂચિમાં ઉલ્લેખિત તમામ ભાષાઓમાં તેનું નામ બદલીને 'કેરલમ' કરવામાં આવે.