Lok Sabha Security Breach:સંસદની સુરક્ષામાં મોટી ચૂકની ઘટનામાં  લલિત ઝાને પટિયાલા હાઉસ કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.  લલિત ઝાને ઘટનાનો મુખ્ય સૂત્રધાર માનવમાં આવે છે.


લોકસભાની સુરક્ષામાં ભંગ કરવાની ઘટનામાં પોલીસના વકીલે  કોર્ટમાં દલીલ કરી હતી કે, સમગ્ર ઘટનામાં લલિતનું નામ માસ્ટર માઇન્ડ તરીકે સામે આવ્યું છે.  તેમની પાસે પૈસા ક્યાંથી આવ્યા અને તેનો હેતુ શું હતો?  તેમના  મોબાઈલ ફોન પણ રિકવર કરવા પડશે. આ કારણે અમને 15 દિવસની કસ્ટડીની જરૂર છે.


કોણ કોણ સામેલ હતા?


લોકસભાની સુરક્ષામાં ભંગ કરવાના કાવતરામાં છ લોકો સામેલ હતા. લલિત ઉપરાંત સાગર શર્મા અને મનોરંજન ડી છે, જેઓ ગૃહમાં સાંસદોની બેઠક પર કૂદી પડ્યા હતા અને ગેસ સ્પ્રેથી ધુમાડો  ધુમાડો ફેલાવ્યો હતો. નીલમ અને અમોલ શિંદે એ જ છે જેમણે સંસદ પરિસરમાં સરમુખત્યારશાહી નહીં ચાલે તેવા સૂત્રોચ્ચાર કરીને સ્પ્રે કરીને  ધુમાડો ફેલાવ્યો હતો. આ સાથે  એક સહયોગી વિક્કી પણ પોલીસ કસ્ટડીમાં છે.


દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગુરુવારે (14 ડિસેમ્બર) પોતે જ મનોરંજન, સાગર, અમોલ શિંદે અને નીલમને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. પોલીસે ગુરુવારે કહ્યું કે, સંસદની સુરક્ષાનો ભંગ કરવો એ આતંકવાદી પ્રવૃત્તિ સમાન છે. આ કારણોસર, અમે આરોપીઓ વિરુદ્ધ IPC અને UAPAની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યા છે.


 






આ ઉપરાંત ગૃહ મંત્રાલય દ્વારા રચાયેલી સમિતિ પણ આ મામલાની તપાસ કરી રહી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના મહાનિર્દેશક અનીશ દયાલ સિંહના નેતૃત્વમાં આ સમિતિની રચના કરવામાં આવી છે, જે તપાસ ઉપરાંત સંસદની સુરક્ષાને સુધારવા માટેના સૂચનો પર પણ રિપોર્ટ આપશે.


દિલ્હી પોલીસે શું કર્યો ખુલાસો?


દિલ્હી પોલીસે આ કેસ અંગે કહ્યું છે કે, તમામ આરોપીઓ એકબીજાને પહેલાથી ઓળખતા હતા. આ લોકો સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા. ઘણા દિવસોથી આ ઘટનાને પ્લાન કરી રહ્યાં હતા.  


બુધવારે (13 ડિસેમ્બર), સંસદ પર 2001ના આતંકવાદી હુમલાની વરસી પર, લોકસભાની કાર્યવાહી દરમિયાન, લગભગ 1 વાગ્યે, બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહની અંદર કૂદી ગયા અને એક સ્પ્રે  ડબ્બામાંથી સ્પ્ર્રે કરીને તેમણે  પીળો ધુમાડો ફેલાવ્યો.  આ ઘટના  દરમિયાન   એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.