ભોપાલમાં ત્રણ વર્ષની બાળકી પર કૂતરાએ હુમલો કરવાની ઘટનાના મામલે  માનવ અધિકાર પંચે  સરકાર પાસે જવાબ માગ્યો છે, શું સમગ્ર ઘટના જાણીએ..


ભોપાલમાં ત્રણ વર્ષની બાળકી પર કૂતરાએ હુમલો કરવાની ઘટનાના મામલે  માનવ અધિકાર પંચે  સરકાર પાસે જવાબ માગ્યો છે. માનવ અધિકારી પંચે ભોપાલ પાલિકા અને સ્વાસ્થ્ય વિભાગ અધિકારીને આ મામલે સાત દિવસમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે.


શું છે સમગ્ર ઘટના


ભોપાલ શહેરના બાગ સેવનિયાના અંજલિ વિહાર ફેસ-2માં ત્રણ વર્ષની એક માસૂમ બાળકી પર પાંચ શેરીના શ્વાન તૂટી પડતા. બાળકીના હાથ અને હાથમાં ગંભીર ઇજા પહોંચી છે. બાળકીના પિતા કવર્ડ કેમ્પસમાં એક નિર્માણાધિન મકાનમાં કામ કરતા હતા. આ શ્રમિક પિતાની દીકરી નજીકમાં રમતી હતી. આ સમયે પાંચ શ્વાન બાળકી પર તૂટી પડતાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.


આ મામલાની ગંભીરતાને સમજતાં આખરે માનવ અધિકારી પંચે ભોપાલના મહાનગરપાલિકાના કમિશનર અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારી પાસે સાત દિવસમાં જવાબ માગ્યો છે. નીચેના સવાલના જવાબ આપવા માટે કહયું છે. આ સાત  સાત સવાલો  જવાબ માંગ્યાં છે.



  • એનિમલ બર્થ કન્ટ્રોલ ડ્રગ્સ નિયમ 2001ની હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી આપવી

  • વર્ષ 2021માં કેટલા શેરીના કૂતરાને સ્ટરલાઇજ્ડ કર્યું, તેની વિસ્તૃત જાણકારી આપવી

  • કેટલા રેબિડ શેરી કૂતરાને શહેરની બહાર કર્યાં તેની વોર્ડવાર જાણકારી આપવી

  • એનિમલ બર્થ કન્ટ્રોલ ડ્રગ્સના નિયમ હેઠળ મોનિટરિંગ કમિટીની માસિક બેઠકોની કોપી  રજૂ કરવી

  • શેરી કૂતરાના કરડવાની ઘટનાની વોર્ડવાર જાણીકારી અને પ્રત્યેક ઘટના પર પાલિકાની કામગીરીની જાણકારી રજૂ કરવી.

  • હાલ તાજેતરમાં ઘટનાનો ભોગ બનેલ  પીડિત બાળકીના પિતાને આપેલી ક્ષતિપૂર્તિ રાશિની જાણકારી રજૂ કરવી

  • હાલ તાજેતરમાં ઘટનાનો ભોગ બનેલ  પીડિત બાળકીનો મેડિકલ રિપોર્ટ રજૂ કરવાની આ તમામ સવાલોના જવાબ સાત દિવસમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.