Maharashtra:મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના જાટ તાલુકાના લવાંગે ગામમાં, યુપીના 4 સાધુઓને બાળક ચોરીની શંકામાં નિર્દયતાથી મારવામાં આવ્યા હતા. હુમલાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે સ્પષ્ટતા કરી છે. સાંગલીના એસપીએ જણાવ્યું કે આ ચારેય સાધુ યુપીના રહેવાસી છે અને દર્શન માટે પંઢરપુર જઈ રહ્યા હતા. અહીં સ્થાનિક લોકો તેમની ભાષા સમજી શકતા ન હતા, જેના કારણે લોકોએ તેમને બાળ ચોર સમજીને માર માર્યો હતો.
સાંગલીના એસપી દીક્ષિત કુમાર ગેડમે જણાવ્યું કે, આ સાધુઓ બીજાપુરથી પંઢરપુર જઈ રહ્યા હતા અને કેટલાક લોકોએ તેમને લવાંગે ગામમાં માર માર્યો હતો. જોકે, માહિતી મળતાં જ ઉમદી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલ સાધુઓને સારવાર અપાવી હતી.
પોલીસ કહી રહી છે કે લોકોએ સાધુઓને માર માર્યો અને સ્થાનિક ઉમદી પોલીસ સ્ટેશનની પોલીસે તેમની સારવાર કરાવી, પરંતુ તેઓ ફરિયાદ નોંધ્યા વિના જ ચાલ્યા ગયા અને લેખિત ફરિયાદ ન મળવાને કારણે પોલીસે માર મારનારાઓની ધરપકડ કરી
શું કહે છે સ્થાનિક લોકો?
abp અસ્મિતા સૂત્રોએ જણાવ્યું કે, રસ્તામાં સ્થાનિક લોકો સાથે વાત કરતી વખતે એકબીજાની સ્થાનિક ભાષા ન સમજવાને કારણે મામલો વણસ્યો અને સ્થાનિક લોકોએ સાધુઓને માર માર્યો હતો.
મહારાષ્ટ્રની આ પહેલી ઘટના છે?
મહારાષ્ટ્રમાં સાધુઓ પર હુમલાની આ પહેલી ઘટના નથી. 2020 માં, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગડચિંચલે ગામમાં 2 સાધુઓના ટોળાએ આ કારણોસર હત્યા કરી હતી. તે સાધુઓ કારમાં બેસીને સુરતમાં અંતિમયાત્રામાં ભાગ લેવા જઈ રહ્યા હતા.
Cattle Issue : વડોદરામાં 4 વર્ષના બાળકને બચાવવા જતાં સગર્ભાને ઢોરે લીધી અડફેટે, ગર્ભમાં જ બાળકનું મોત
વડોદરામાં રખડતા ઢોરે સગર્ભાને અડફેટે લીધી હતી. સલાટવાળાની તુલસીભાઈની ચાલની ઘટના છે. મનીષાબેન નામની મહિલાના બાળકનું ગર્ભમાં જ મોત નીપજ્યું છે. 4 વર્ષના બાળકને બચાવવા જતા ઢોરે સગર્ભાને અડફેટે લીધી હતી.
વડોદરામાં રખડતા ઢોરે સગર્ભાને અડફેટે લીધી હતી. સલાટવાળાની તુલસીભાઈની ચાલની ઘટના છે. મનીષાબેન નામની મહિલાના બાળકનું ગર્ભમાં જ મોત નીપજ્યું છે. 4 વર્ષના બાળકને બચાવવા જતા ઢોરે સગર્ભાને અડફેટે લીધી હતી. સ્થાનિકોએ સમગ્ર મામલે રોષ ઠાલવ્યો છે.
હાલ સગર્ભા ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. સગર્ભાને પેટ,પેઢા અને ગુપ્તાંગોમાં ગંભીર ઇજાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે. જે બાળક પર ઢોરે હુમલો કર્યો હતો તે બાળક સાથે વાત કરતા તેણે કહ્યું હું વાળ કપાવવા જતા ગાયે હુમલો કર્યો. મારી માતાએ મને એક બાજુ લઈ લીધો. સ્થાનિક રહીશોનો આક્રોશ છે. રખડતા ઢોર શહેરમાંથી બંધ કરાવવા માંગ.
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.