Maharashtra Earthquake: મહારાષ્ટ્રના અમરાવતીમાં બુધવારે (4 જૂન) રાત્રે 21:57 વાગ્યે 3.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર 1૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. આ માહિતી રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવી છે. જોકે, કોઈ પણ પ્રકારના નુકસાનના  સમાચાર નથી.

મધ્યપ્રદેશના ખંડવા અને બુરહાનપુર જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ધરતી ધ્રુજતી જોઈને લોકો ડરી ગયા અને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. આ આંચકા બુધવારે (4 જૂન) રાત્રે લગભગ 9:58 વાગ્યે આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં હતું, જે જમીનથી 1૦ કિલોમીટર નીચે હતું.

હવામાનશાસ્ત્રી સૌરભ ગુપ્તાના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ પર હતું. આ સ્થળ ખંડવાથી 66 કિલોમીટર દૂર હતું. તેથી જ બંને રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ગુપ્તાના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે પાણી જમીનમાં ઘૂસી ગયું હતું. તેના કારણે હવામાં હલચલ મચી ગઈ હતી અને તેના કારણે મધ્યમ આંચકા અનુભવાયા હતા. આ આંચકા ખંડવા જિલ્લાના પંઢણા બ્લોકના ઘણા ગામડાઓ, જેમ કે કોહદાદ, બોરગાંવ અને રૂસ્તમપુરમાં પણ નોંધાયા હતા. આ સાથે, બુરહાનપુર જિલ્લાના નેપાનગર વિસ્તારમાં પણ આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ખંડવા અને નજીકના ગ્રામીણ વિસ્તારોમાં જેમ કે કોહદાદ, બોરગાંવ અને રૂસ્તમપુરમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.

તેમણે કહ્યું કે, હવે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી વચ્ચે મોનસૂન એક્ટિવિટી વધી  રહી છે. આને કારણે જમીનનું તાપમાન પણ બદલાઈ રહ્યું છે. આને કારણે આવી પરિસ્થિતિ થવાની સંભાવના છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મ્યાનમારમાં પણ સોમવારે  ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે આ પ્રદેશ સતત ભૂકંપીય પ્રવૃત્તિઓની ઝપેટમાં હોય તેવું લાગે છે. નિષ્ણાતો માને છે કે પ્રાદેશિક ટેક્ટોનિક પ્લેટોની પ્રવૃત્તિ આવી ઘટનાઓનું કારણ બની રહી છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કોઈપણ ઇમર્જન્સીને ટેકલ કરવા માટે  સાવચેતી રાખવામાં આવી રહી છે.