મહેસાણા: રાજ્યમાં હવે ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન યાત્રાધામ બહુચરાજી માતાજી મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  શિયાળાની ઋતુના કારણે આરતીનો સમય સવારે 6.30 અને સાંજે પણ 6.30 રાખવામાં આવ્યો છે. દર્શનાર્થીઓ માટે પણ માતાજીના દર્શનના સમયમાં  ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે પાંચથી રાત્રે નવ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરી શકશે. દર પૂનમે નીકળતી માતાજીની પાલખીનો સમય 9.30 કલાકનો રહેશે.


30 ઓક્ટોબરથી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે PM મોદી


PM મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે, તેઓ  30 ઓક્ટોબરે વડોદરા ખાતે પહોંચશે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને માહોલ જામ્યો છે. દરેક પાર્ટી જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આ દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા પણ ગુજરાતમાં તાબડતોબ રેલી અને અન્ય કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યાં છે. તો આ દરમિયાન ફરી એકવાર નરેન્દ્ર મોદી પણ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. 30મી ઓક્ટોબરે વડાપ્રધાન દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર આવશે. જ્યાં લેપ્રસી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં તેઓ આઈએએફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાત મુહૂર્ત કરશે.


પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે


 પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ કરોડોના વિકાસ કાર્યોની ભેંટ આપશે. આ પ્રવાસ દરમિયાન તેઓ આઈએએફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાત મુહૂર્ત કરશે. ત્યારબાદ તેઓ કેવડિયા જશે અને સર્કિટ હાઉસ કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે. પીએમ મોદીની મુલાકાત ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ શકે તેવી શક્યતા જોવાઇ રહી છે.


માનગઢ હિલની મુલાકાત લેશે


ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય એક્તા દિવસ પર 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી  ખાતે જશે જ્યાં પુષ્પાંજલિ કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે. તેઓ રાષ્ટ્રીય એક્તા દિવસ પરેડ સાથે જોડાશે. બાદ તેઓ ફરી વડોદરા એરપોર્ટ પહોંચશે. વડોદરાથી તેઓ અમદાવાદ એરપોર્ટ આવવા રવાના થશે અને ત્યાંથી તેઓ થરાદ પહોંચશે.અહીં તેઓ વિવિધ વિકાસ કાર્યાના ખાતૂહૂર્તમાં ભાગ લેશે, ત્યારબાદ તેઓ ગાંધીનગર આવશે. બાદ વડાપ્રધાન મોદી હેલિકોપ્ટરમાં રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલી માનગઢ હિલની મુલાકાત રહેશે.