અરવલ્લીઃ બાયડના હઠીપુરા ખારી ગામ પાસેથી મહિલા અને બાળકની હત્યા કરેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. માતા પુત્રની હત્યા કરી લાશ ફેંકી દેવાઈ હોવાનો ખુલાસો થયો છે. માતા પુત્ર તાપી જિલ્લાના ખેરવાણ ગામના હોવાનું બહાર આવ્યું છે.  ૫૧ વર્ષીય માતા જમનાબેન ગામીત અને ૧૨ વર્ષીય પુત્ર આલોક ગામીતની પરિવારજનો દ્વારા ઓળખ કરવામાં આવી છે. બંને મૃતદેહોને કોણ કેવી રીતે ફેંકી ગયું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસની પાંચ ટિમો તપાસ કરી રહી છે.


બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલ હઠીપુરા ગામની સીમમાંથી મંગળવારે બપોરે હત્યા કરાયેલી મહિલા તથા બાળકનો મૃતદેહ મળી ચકચાર મચી હતી. બાળકના માથા અને ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. તો મહિલાના શરીરના ભાગે તેમજ આંખમાં ઈજાના નિશાન મળી આવ્યા હતા. 


ઘટનાની જાણ થતાં સાઠંબા પોલીસ તથા પોલીસની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ કરી ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાએ સાડી પહેરેલી હતી અને બાળકે જીન્સ પેન્ટ તથા ટી-શર્ટ પહેરેલી લાશ મળી આવી હતી. 


સાબરકાંઠાઃ તલોદના છત્રીસા ગામેથી દારૂ બનાવવાનું મીની કારખાનું ઝડપાયું છે. પિતા અને પુત્ર કેમિકલ ભેળવી હલકી કક્ષાનો દારૂ તૈયાર કરી વેચાણ કરતા હતા. આરોપી પિતા રણજીતસિંહ દીપસિંહ ચૌહાણ પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. તલોદ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. 552 ઓફિસરની ડુપ્લીકેટ બોટલ, કાચો માલ સહિત 4,75,910 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 


શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી પિતા પોતાના પુત્ર સાથે મળીને આ દારૂની કારખાનું ચલાવતા હતા. પોલીસકર્મીની ધરપકડ થતાં પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. ગઈ કાલે 24મી નવેમ્બરે  મળસ્કે સાડા ત્રણેક વાગ્યે પીએસઆઇ સહિત સ્ટાફ નાઇટ પેટ્રોલિંગ હતા. દરમિયાન વાવડી ચોકડી પહોંચતા બાતમી મળી હતી કે છત્રીસા ગામના રણજીતસિંહ દીપસિંહ ચૌહાણ અને તેમના દીકરા જયદીપસિંહ પોતાના ઘરે જ બનાવટી દારૂ બનાવે છે. જેના માટેનો સામાન લાવી ડુપ્લીકેટ દારૂની બોટલો બનાવી ઓરીજનલ તરીકે વેચાણ કરે છે.


​​​​​​​આ બાતમીને આધારે પોલીસે રણજીતસિંહ ચૌહાણના ઘેર રેડ કરતા બંને પિતા પુત્ર હાજર મળી આવ્યા હતા. મકાનમાં તપાસ હાથ ધરતા એક બોક્સમાં 12 નંગ એવા 46 ખાખી કલરના બોક્સ કુલ બોટલ નંગ 552, ઓફિસર ચોઇસ ક્લાસિક વ્હીસ્કી 750 એમ.એલ. લખેલા 144 સ્ટીકર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. 


પોલીસના જણાવ્યા પ્રમાણે રણજીતસિંહે પૂછપરછમાં અમદાવાદ શાહીબાગ હેડ ક્વાર્ટર્સ ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હોવાનુ જણાવ્યુ હતું. ડુપ્લીકેટ દારૂનું ઘરમાં જ વિદેશી દારૂ જેવું પેકીંગ કરી પોલીસકર્મી દ્વારા જ વેચાણ થઇ રહ્યાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચી ગયો છે.