મહેસાણાઃ કડી પાસે 5 યુવક-યુવતીઓ સાથે કાર કેનાલમાં ખાબકી છે. નંદાસણના 5 યુવક-યુવતીઓ કારમાં બેસીને પરીક્ષાના ફોર્મ ભરવા આવી રહ્યા હતા, ત્યારે કડીની કરણનગર કેનાલમાં કાર સાથે ખાબક્યા હતા. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો કેનાલ ખાતે દોડી આવ્યા હતા.
તરવૈયા અને ક્રેનની મદદથી કાર સાથે ડૂબી ગયેલા યુવક-યુવતીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. શોધખોળ દરમિયાન નંદાસણની એક યુવતીને બચાવી લેવામાં આવી છે. જ્યારે રીદા અબ્રાર સૈયદ(ઉ.વ.15)ની લાશ મળી આવી છે. જ્યારે 3 લોકોની શોધખોળ ચાલું છે. ઘટનાની જાણ થતા પોલીસ અને રેસ્ક્યુ ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી.
મહેસાણાઃ 5 યુવક-યુવતીઓ સાથે કાર ખાબકી કડી પાસે આવેલી કેનાલમાં, સગીરાની મળી લાશ-યુવતીનો બચાવ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Oct 2020 05:20 PM (IST)
શોધખોળ દરમિયાન નંદાસણની એક યુવતીને બચાવી લેવામાં આવી છે. જ્યારે રીદા અબ્રાર સૈયદ(ઉ.વ.15)ની લાશ મળી આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -