શોધખોળ કરો

મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ: કારતક માસમાં જોવા મળ્યો અષાઢી માહોલ, ખેડૂતોને મોટું નુકસાન

Mehsana Rain: મહેસાણા જિલ્લાના ઊંઝા અને બહુચરાજી તાલુકામાં લાભ પાંચમ પહેલાં જ કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો પર આભ ફાટ્યું છે. વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઊંઝામાં સવારે છ વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે

Mehsana Rain:  મહેસાણા જિલ્લાના ઊંઝા અને બહુચરાજી તાલુકામાં લાભ પાંચમ પહેલાં જ કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો પર આભ ફાટ્યું છે. વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઊંઝામાં સવારે છ વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કારતક માસમાં જાણે અષાઢી માહોલ સર્જાયો છે.

જનજીવન અને માળખાકીય સુવિધાઓને અસર
ભારે વરસાદના પગલે જનજીવન પર અસર જોવા મળી છે. ઊંઝામાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ છે, જેના કારણે ઊંઝા હાઈવેથી શહેરના પ્રવેશદ્વાર તરફ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઊંઝા અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ જ રીતે, બહુચરાજીમાં પણ ધોધમાર વરસાદથી અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બહુચરાજીમાં ઉમિયા માતાજી મંદિર રોડ પર અને ઉમિયા માતા દેશની વાડી પાસે પણ પાણી ભરાયા હતા.

 ખેડૂતોને વ્યાપક નુકસાન
કમોસમી વરસાદ અને પવનના મિશ્ર માહોલે જગતના તાતને બરબાદ કર્યા છે. ખેડૂત દિનેશભાઈના જણાવ્યા મુજબ, વરસાદથી શાકભાજીના પાકને મોટું નુકસાન થશે. જ્યારે અન્ય એક ખેડૂત બળદેવ પટેલે ચિંતા વ્યક્ત કરી કે કપાસના તૈયાર કાલાને વધુ નુકસાન થયું છે અને વાવેતર કરેલો રાયડો પણ બળી જવાની ભીતિ છે.

ખેડૂતોના તૈયાર પાક જેવા કે કપાસ, કઠોળ અને જુવાર સહિતના પાકોને આ કમોસમી વરસાદના કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું છે. લાભ પાંચમ પહેલા જ વરસાદે ખેડૂતોને મોટી આર્થિક નુકસાની તરફ ધકેલી દીધા છે. જોકે, જિલ્લાના અન્ય તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

રાજ્યમાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી: ખેડૂતોની ચિંતામાં વધારો
ગાંધીનગર: પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આજથી આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ અનુમાનના પગલે દક્ષિણ ગુજરાતના બંદરો પર LCS-3 સિગ્નલ અને સૌરાષ્ટ્રના બંદરો પર એક નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

 ક્યાં ક્યાં પડશે વરસાદ?
આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે હળવાથી ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને, સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે આજે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની આગાહી છે.

તૈયાર પાકને નુકસાનની ભીતિ
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા આ ડિપ્રેશનને કારણે ખેડૂતો માટે આગામી ત્રણ દિવસ ભારે સાબિત થઈ શકે છે. જો આ સમયે વરસાદ ખાબકશે તો કપાસ, મગફળી સહિતના તૈયાર પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
Advertisement

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Railway 2025: ઈન્ડિયન રેલવેમાં જૂનિયર એન્જિનિયર બનવાની તક, આ તારીખ પહેલા કરી લો અરજી
Railway 2025: ઈન્ડિયન રેલવેમાં જૂનિયર એન્જિનિયર બનવાની તક, આ તારીખ પહેલા કરી લો અરજી
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
Embed widget