મહેસાણાઃ રાજ્યના ઘણા શહેરોમાં સિટી બસની સેવા છે. પરંતુ હાલ કોરોના સંક્રમણને કારણે બસ સેવા બંધ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના મહેસાણા શહેરમાં ટૂંક સમયમાં  સિટી બસ સેવા શરૂ થશે. મહિલાઓ અને દિવ્યાંગ વિના મૂલ્યે મુસાફરી કરી શકશે. સિટી બસની લઘુત્તમ ટિકિટ 5 રૂપિયા અને આખા દિવસની ટિકિટ 20 રૂપિયા નક્કી કરવામાં આવી છે.  8 બસ ખરીદવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં મહેસાણા શેહરને સિટી બસ સેવાનો લાભ મળશે. આગામી બે મહિનામાં સિટી બસ શહેરના રસ્તાઓ પર દોડતી કરવાનું આયોજન છે.


 મહેસાણા શહેરમાં હવે કોરોનાના દર્દીને હોસ્પિટલ લઇ જવા માટે ફાયર વિભાગના નંબર ઉપર કોલ કરીને ફ્રી સેવાનો લાભ લઇ શકાશે. જરૂરિયાતમંદ દર્દીને શહેરની અંદર કોઇપણ હોસ્પિટલ આવન-જાવન માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરાઇ હોવાનું પ્રમુખ વર્ષાબેન પટેલે જણાવ્યું હતું. ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, મહેસાણા શહેરની હદ બહાર દર્દી માટે કિલોમીટર દીઠ રૂ. 2 ચાર્જથી પણ આ સેવા આપવામાં આવશે. ફાયરનો 101 નંબર કે પાલિકા ફાયર વિભાગના 027622 23283 નંબર ઉપર ડાયલ કરી કોરોનાના દર્દી માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી શકાશે.


 ગુજરાતમાં ૨૩ દિવસ બાદ ૧૧ હજારથી ઓછા કેસ


ગુજરાતમાં ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૯૯૦ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૧૧૮ના મૃત્યુ થયાહતાછે. આ સાથે દૈનિક કેસનો આંક ૧૧ હજારથી નીચે ગયો હોય તેવું ૨૩ દિવસમાં પ્રથમવાર બન્યું છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૭ લાખને પાર થયો છે. ૭ લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા હોય તેવું ગુજરાત ૧૧મું રાજ્ય છે. હાલમાં કુલ કેસ ૭,૦૩,૫૯૪ જ્યારે કુલ મરણાંક ૮,૬૨૯ છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સૌથી વધુ ૧૫,૧૯૮ દર્દી કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ વધીને હવે ૮૦.૦૪% છે. હાલમાં ૧,૩૧,૮૩૨ એક્ટિવ કેસ છે જ્યારે ૭૯૮ દર્દી વેન્ટિલેટર પર છે. ,૩૫,૭૮૭ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૯૪ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૬૩,૭૦૨ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.