મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે મહેસાણા જિલ્લાની મુશ્કેલીમાં વધારો થયો છે. આજે જિલ્લામાં વધુ ચાર કેસ નોંધાયા છે. આ ચાર કેસની વાત કરીએ તો બે મહેસાણામાં, એક કડી અને એક વિસનગરમાં નોંધાયો છે. જિલ્લામાં કુલ 187 કેસ નોંધાયા છે.


આજે પાટણ જિલ્લામાં પણ વધુ ત્રણ કેસ નોંધાયા છે. ત્યારે ધારપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર સહિત માતા-પિતાને કોરોનાનો ચેપ લાગ્યો છે. ધારપુરમાં ફરજ બજાવતા સાથે પ્રાઇવેટ ક્લિનિકના 57 વર્ષીય ડોક્ટર, 82 વર્ષની માતા સહિત 84 વર્ષના પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, પાટણ જિલ્લામાં નવા 3 કેસ સાથે કોરોના કેસની કુલ સંખ્યા 116એ પહોંચી છે.



ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 511 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 29 દર્દીઓના મોત થયા છે. ગઈ કાલે 442 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 23590 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1478 પર પહોંચ્યો છે.

ગઈ કાલે નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 334, સુરતમાં 76, વડોદરામાં 42, સુરેન્દ્રનગર 9, ગાંધીનગર 8, અરવલ્લી 6, ભરૂચ, 6, ભાવનગર 3, મહીસાગર 3, આણંદ 3, અમરેલી 3, મહેસાણા-2, સાબરકાંઠા 2, પાટણ 2, ખેડા 2, બનાસકાંઠા 1, રાજકોટ 1, પંચમહાલ 1, બોટાદ 1, નર્મદા 1 અને અન્ય રાજ્ય 5 કેસ નોંધાયા છે.