હિંમતનગરઃ ઈડરના જૈન દેરાસર અને પાવાપુરી સંમેત શિખર તીર્થધામ સંસ્થાના પ્રમુખ કલ્યાણસાગર અને રાજતિલકસાગર સાથે શારીરિક સંબંધો બાંધ્યાની ફરિયાદ કરનારી પરીણિતાએ ફરિયાદથી અલગ જ નિવેદન આપતાં આ કેસમાં નવો વળાંક આવ્યો છે.
પરીણિતાએ પોલીસને નિવેદન આપ્યું છે કે, ફરિયાદી ટ્રસ્ટી ડો.આશિષ દોશીએ જ યુવતીને મેનેજર અને પતિને ટ્રસ્ટી બનાવવાની લાલચ આપીને બંને મહારાજને ફસાવીને વીડિયો શૂટ કરવા લાલચ આપીને બળાત્કારની ફરિયાદ નોંધાવવા જણાવ્યુ હતુ.
યુવતીના નિવેદન બાદ ટ્રસ્ટી પોતે શંકાના દાયરામાં આવી ગયા છે ત્યારે તેમણે આક્ષેપ કર્યો છે કે, યુવતી જૂઠું બોલે છે. તેમનો દાવો છે કે, જૈન સાધુઓ સાથેની યુવતીની કામલીલાનું શૂટિંગ 27 ડીસેમ્બર, 20149ના રોજ થયું હતું અને તેના બે દિવસ પછી હું 30 ડીસેમ્બરે આ કપલને પહેલી જ વાર મળ્યો હતો. તેમણે યુવતીને પર્સમાં કેમેરા ફિટ કરીને રેકોર્ડ કરવા માટે આપ્યા નથી એવો દાવો પણ કર્યો છે.
તેમણે દાવનો કર્યો છે કે, તેમની પાસે પીડિતા અને તેના પતિના ઓડિયો કલીપ તેમજ 100 કરતાં વધારે મહિલાઓ સાથે બંને સાધુએ શારીરિક સુખ માણ્યું હોવાનો કે બળાત્કાર-વ્યભિચાર કર્યાના અનેક પુરાવાઓ છે. તેમણે આક્ષેપ કર્યો છે કે. પીડિતાએ લાખો રૂપિયા લઈને નિવેદન બદલી દીધુ હશે. ઈડર પોલીસ સમક્ષ નિવેદન આપ્યુ હતુ અને પોલીસ અમારી તપાસ કરશે કે નિવેદન લેશે ત્યારે તમામ પુરાવાઓ આપીશું. જેથી પીડીતાએ ખોટુ નિવેદન આપ્યુ તે સાબિત થઈ જશે.
ઈડરના બંને જૈન સાધુના સો કરતાં વધારે મહિલા સાથેના શારીરિક સંબંધ-વ્યભિચારના પુરાવા હોવાનો ફરિયાદી ટ્રસ્ટીનો આક્ષેપ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jun 2020 10:45 AM (IST)
યુવતી જૂઠું બોલે છે. તેમનો દાવો છે કે, જૈન સાધુઓ સાથેની યુવતીની કામલીલાનું શૂટિંગ 27 ડીસેમ્બર, 20149ના રોજ થયું હતું .
- - - - - - - - - Advertisement - - - - - - - - -