થરાદઃ બનાસકાંઠાના થરાદમાં બે-બે હજાર રૂપિયા લઈ બંગાળી યુવતી સાથે શારીરિક સુખ માણવાની સગવગલટ કરી આપવારા સોની પરિવારને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે લક્ષ્મીબેન સોની નામની મહિલા પાસેથી 5500 રોકડા અને 2 મોબાઈલ કહજે કર્યા છે. તેના પુત્ર યોગેશ સોની અને પુત્રી શ્વેતા સોની પણ આ ધંધામાં સામેલ હતાં તેથી તેમની પણ ધરપતડ કરાઈ છે.
થરાદમાં પંચવટી સોસાયટીમાં દેહનો વેપાર ચાલે છે એવી બાતમી મળતાં પોલીસે ડુપ્લીકેટ ગ્રાહકને બે હજારની નોટ આપીને મકાનમાં મોકલ્યો હતો. પોલીસના ડમી ગ્રાહકે ઘરમાં જઈને બે હજારની નોટ આપીને છોકરીની માંગ કરી હતી. લક્ષ્મીબેન અંદરથી બંગાળી યુવતીને લઈ આવી હતી અને તેની સાથે શારીરિક સુખ માણવા માટે અંદર જવા કહ્યું હતું.
લક્ષ્મીબેને યુવતીને અંદર મોકલતાં ડમી ગ્રાહકે રૂમમાં જઈ પોલીસને ઇશારો કરી દેતાં સાદા ડ્રેસમાં ઉભેલી પોલીસે ઘરમાં પ્રવેશી મુખ્ય સૂત્રધાર લક્ષ્મી ઉર્ફે લચકી હીરાભાઈ લક્ષ્મણ ભાઈ સોની અને તેના દીકરા-દીકરીની અટકાયત કરી હતી. મકાનની અંદર આવેલા બેડરૂમમાં મંગલી પરેશ અશોકભાઈ ઘોષ (રહેવાસી સાહિત્ય પશ્ચિમ બંગાળ, હાલ રહેવાસી રાજ રેસીડેન્સી, સચિન, સુરત) નામની 26 વર્ષીય યુવતી મળી આવી હતી.
પોલીસે તપાસ કરતા જાણવા મળ્યુ કે, લક્ષ્મીબેન નામની મહિલાએ તેને ફોન કરીને ઘરે બોલાવી હતી. એ પચી પૂરૂષોને બોલાવીને તેમની સાથે શરીરસુખ માણવાની ફરજ પાડતી હતી. ગ્રાહકો પાસેથી બે હજાર રૂપિયા લેતી જ્યારે યુવતીને તેમાંથી ઘણા ઓછા પૈસા આપતી હતી. પોલીસને તેની તપાસ કરતા તેની પાસેથી કોઇપણ ચીજ મળી નથી.
થરાદઃ બંગાળી યુવતી સાથે શારીરિક સુખ માણવા માટે બે હજાર રૂપિયા ચૂકવીને યુવક અંદર ગયો ને પછી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Oct 2020 04:49 PM (IST)
થરાદમાં પંચવટી સોસાયટીમાં દેહનો વેપાર ચાલે છે એવી બાતમી મળતાં પોલીસે ડુપ્લીકેટ ગ્રાહકને બે હજારની નોટ આપીને મકાનમાં મોકલ્યો હતો. પોલીસના ડમી ગ્રાહકે ઘરમાં જઈને બે હજારની નોટ આપીને છોકરીની માંગ કરી હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -