પાટણઃ હારીજમાં  ભાજપના નગર સેવક વીજ ચોરી કરતા ઝડપાયા છે. શહેરના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલર અમરત પ્રજાપતિ વીજ ચોરી કરતા ઝડપાયા છે. સર્વિસ વાયરમાં ટેપીગ કરી સ્વીચમૂકી મીટરને ફરતું અટકાવી કરાતી હતી વીજ ચોરી. UGVCL ટીમ દ્વાર સિધેશ્વરી સોસાયટીમાં ચેકીંગ દરમિયાન વીજ ચોરી ઝડપાઇ. નગર સેવકને 65 હજાર 911નું દંડ આપી UGVCL ટીમ દ્વારા કરાઈ કાર્યવાહી.


આ અંગેની વિગતો એવી છે કે, સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા પાલિકાના ભાજપના કાઉન્સિલર અમરત પ્રજાપતિને  ત્યાં યુજીવીસીએલની ટીમે ઓચિંતી રેડ કરી હતી. ટીમ તપાસ કરતાં ઘર મીટરમાં આવતા સર્વિસ વાયરમાં ટેપિંગ કરી અલગથી સ્વીચ મૂકી અને વીજ મીટરને ફરતું અટકાવી ગેરકાયદેસર રીતે ચોરી કરવામાં આવી રહી હતી. ચોરી પકડાતા હારીજ ઈજીવીસીએલની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


યુજીવીસીએલને વીજ ચોરી થવાની બાતમી મળતા ઓચિંતી રેડ પાડી હતી. જેમાં ઘર મીટરમાં આવતા સર્વિસ વાયરમાં ટેપિંગ કરી અલગથી સ્વીચ મૂકી મીટરને ફરતું અટકાવતો હતો. સ્વીચ દ્વારા મિટર ચાલુ બંદ થવાનો પેતરો રચ્યો હતો. જોકે, વીજ કંપનીની ટીમની મહેનતથી વીજ ચોરી કરતા પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા રકમ રૂ.65,911નો દંડ ફટકાર્યો હતો.


Ghogha Ro Ro Ferry : ફેરી સર્વિસની શરૂઆત થતા જ વિઘ્ન, 88 મુસાફરો- 50 વાહનો સાથે વોયેજ એક્સપ્રેસ દરિયામાં અટવાયું
ભાવનગરઃ ઘોઘા હજીરા રો-પેક્સ ફેરી સર્વિસની શરૂઆત થતા જ વિઘ્ન આવ્યું, વોયેજ એક્સપ્રેસ દરિયામાં અટવાયું હતું. ઘોઘાથી હજીરા કાલે સવારે 9:00 કલાકે ઉપડેલું ફેરી શિપ ત્રણ કલાક માટે અટવાયું હતું. 88 મુસાફરો, 50 વાહનો સાથે વોયેજ એક્સપ્રેસ દરિયામાં અટવાયું હતું. ઘોઘા થી હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ માટે વોયેજ એક્સપ્રેસ નામનું નવું જહાજ હજી તો થોડા દિવસ પહેલા ટ્રાયલ સાથે શરૂ કરવામાં આવ્યું છે.


ઘોઘા ખાતે ટર્નિંગ પોઇન્ટની ચેનલમાં લો-ટાઈડમાં જહાજનો પરિવહન મુશ્કેલ બની રહ્યું છે જેટલી ઊંડાઈ મળવી જોઈએ તે મળી રહી નથી માટે જહાજ સમય સર ઉપડી શકતું નથી આવનારા દિવસોમાં ઘોઘા ખાતે ડ્રેજીગ પણ કરવામાં આવશે. ઘોઘા થી નિર્ધારિત કાલે 9:00 વાગ્યાના સમયે વોયેજ એક્સપ્રેસ ઉપડવાનો સમય છે પરંતુ અડચણના 
કારણે હજીરા ખાતે વોયેજ ફેરી સર્વિસ કાલે બપોરે 3 કલાકની આસપાસ પહોંચ્યું હતું.