Heat Wave Forecast:રાજ્યમાં છેલ્લા 2 સપ્તાહથી કાળઝાળ ગરમી પડી રહી છે. રાજયના મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 45ને પાર જતાં લોકો આકરી ગરમીથી ત્રાહિમામ થઇ ગયા છે. હવામાન વિભાગે (meteorological department)  હજુ પણ આગામી પાંચ દિવસ હિટવેવની આગાહી કરી છે.


રાજ્યભરમાં આજે પણ આકાશમાંથી અગનવર્ષા વરસતી રહેશે. 19 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ, તો નવ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ  અપાયું  છે. કચ્છ સહિત સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ, તો પાંચ જિલ્લામાં યલો એલર્ટની ચેતવણી છે.  જૂનાગઢ, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ, તો મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથમાં ગરમીનું યલો એલર્ટ અપાયુ છે.


કચ્છ-સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે.  સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44 ડિગ્રી, તો અમરેલીમાં 43.8 ડિગ્રી, રાજકોટમાં 42.7 ડિગ્રી, ભૂજ અને ભાવનગરમાં તાપમાનનોપારો 42. ડિગ્રીને પાર ગયો છે.ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ છે.  બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં આકરી ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે.


મધ્ય ગુજરાતના સાત જિલ્લા માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  ખેડા, આણંદ,પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ આકરા તાપમાં શકાશે.  અમદાવાદ અને ગાંધીનગર 45.5 ડિગ્રી સાથે શેકાયું, હજુ પણ બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાનનો પારો એક ડિગ્રી ગગડ્યો છતા અમદાવાદમાં સામાન્ય કરતા 3.6 ડિગ્રી વધુ તાપમાન નોંધાયુ.


તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થતા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ત્રણ શહેરોમાં અસહ્ય ગરમીનું ટોર્ચર યથાવત છે. ડીસામાં 44.8 ડિગ્રી, તો વલ્લભવિદ્યાનગરમાં 44.1 અને 44 ડિગ્રીમાં વડોદરા શેકાયું છે.હજુ પણ આગામી પાંચ દિવસ અસહ્ય ગરમીથી નહીં મળે તેવા કોઇ સંકેતનથી.  પાંચ દિવસ રાજ્યમાં હીટવેવની ચેતવણી અપાઇ છે. .. પાંચ દિવસ બાદ ગરમીમાંથી  આંશિક રાહત મળી શકે છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યભરમાં આજે પણ આકાશમાંથી અગનવર્ષા વરસતી રહેશે.  19 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ, તો નવ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે.કચ્છ સહિત સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ, તો પાંચ જિલ્લામાં યલો એલર્ટની ચેતવણી.. જૂનાગઢ, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ, તો મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથમાં ગરમીનું યલો એલર્ટ


કચ્છ-સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર.. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44 ડિગ્રી, તો અમરેલીમાં 43.8 ડિગ્રી, રાજકોટમાં 42.7 ડિગ્રી, ભૂજ અને ભાવનગરમાં તાપમાનનોપારો 42. ડિગ્રીને પાર પહોંચ્યો છે. 


ક્યાં જિલ્લામાં ઓરેંજ એલર્ટ


ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ.. બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં આકરી ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મધ્ય ગુજરાતના સાત જિલ્લા માટે હવામાન વિભાગે   ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું  છે.  ખેડા, આણંદ,પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ માં પણ તાપમાન પારો  45.5 ડિગ્રીએ પહોચ્યો છે. અમદાવાદ અને ગાંધીનગર, હજુ પણ બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે.  તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થતા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ત્રણ શહેરોમાં અસહ્ય ગરમીનું ટોર્ચર અનુભવાઇ રહ્યુ છે.  ડીસામાં 44.8 ડિગ્રી, તો વલ્લભવિદ્યાનગરમાં 44.1 અને  વડોદરામાં  44 ડિગ્રીમાં તપામાનો પારો પહોંચતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.