Tokyo Olympics 2020: ટોકયો ઓલમ્પિક 2020માં ભારતની મીરાબાઇ ચાનૂએ પહેલા દિવસે જ સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દીધો હતો. સિલ્વર મેડલ પ્રાપ્ત કરનાર મીરાબાઇ ચાનૂએ મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે. મારાબાઇ ચાનૂ રેલવેમાં ટિકિટ ચેકિંગ ઇન્સ્પેક્ટરનું કામ કરે છે. થોડા દિવસ પહેલા એક વીડિયો કોન્ફરન્સ દ્રારા મારીબાઇ ચાનૂ સાથે વાત કરતા મુખ્યમંત્રી બીરેને કહ્યું હતું કે, “હવે આપને ટિકિટ તપાસ નિરિક્ષકનું કામ કરવાની જરૂર નથી. આપને ઉપયુક્ત નોકરી આપવામાં આવશે, તો મીરાચાનૂએ આ વાત બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.


આ ઉપરાંત મીરાબાઈ ચાનૂની મણિપુરના એડિશનલ એસપી (સ્પોર્ટ્સ) તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે જુડોમાં શાનદાર રમત બતાવનારી સુશીલા દેવીની સબ ઈન્સ્પેક્ટર તરીકે વરણી કરાઈ છે.




મીરાબાઈને મળી શકે છે ગોલ્ડ મેડલ


ચીનની મહિલા વેઇટ લિફ્ટર જજિહૂએ શનિવારે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતની મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યો હતો. અહેવાલ મુજબ 49 કિલોગ્રામમાં ચેમ્પિયન બનેલી ચીનની મહિલા વેઇટલિફ્ટરનો ફરીથી ડોપ ટેસ્ટ થશે. જો ચીની વેઇટલિફ્ટર ડોપ ટેસ્ટમાં પેલ થશે તો ચાનુને ગોલ્ડ મેડલ મળી શકે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ એન્ટી ડોપિંગ અધિકારીઓએ જજિહૂનો ફરીથી ડોપ ટેસ્ટ માટે ટોક્યોમાં જ રહેવાનો આદેશ આપ્યો છે.


મીરાબાઈ ચાનૂ સાંજે સ્વદેશ પરત ફરશે


જજિહૂએ કુલ 220 કિલો વજન ઉઠાવીને નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો,. પરંતુ તેનો ફરીથી ડોપ ટેસ્ટ ક્ર્યારે થશે તેની કોઈ જાણકારી નથી. મીરાબાઈ ચાનૂ આજે સાંજે ટોક્યોથી સ્વદેશ પરત ફરી રહી છે.


જાપાનની મોમિજી નિશિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ઈતિહાસ રચ્ચો છે. 13 વર્ષ 330 દિવસની ઉંમરમાં મોમિજી  નિશિયાએ સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ તે ઓલિમ્પિકમાં સૌથી નાની ઉંમરમાં ગોલ્ડ મેડલ જીતનારી એથલીટ બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગ પ્રથમ વખત ઓલિમ્પિકમાં સામેલ થયું છે.