Modi Cabinet Decisions: મોદી કેબિનેટે શુક્રવારે (23 ડિસેમ્બર) બે મોટા નિર્ણયો લીધા હતા. આ અંતર્ગત વન રેન્ક, વન પેન્શનમાં સુધારો કરવામાં આવ્યો છે, તેમજ ફ્રી રાશન યોજનાને એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પીયૂષ ગોયલે શુક્રવારે (23 ડિસેમ્બર) આ માહિતી આપી હતી. ખાદ્ય મંત્રી પિયુષ ગોયલે કેબિનેટની બેઠક બાદ કહ્યું કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા (NFSA) હેઠળ ગરીબોને મફતમાં અનાજ આપવામાં આવશે. હાલમાં આ કાયદા હેઠળ લાભ મેળવતા લોકોને અનાજ માટે પ્રતિ કિલો એકથી ત્રણ રૂપિયા ચૂકવવા પડે છે.


સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)નો સમયગાળો 31 ડિસેમ્બરે પૂરો થવા જઈ રહ્યો છે. ગરીબોને મફત અનાજનું વિતરણ એપ્રિલ 2020 માં કોવિડ -19 રોગચાળા દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, દેશની સેવામાં લાગેલી આપણી સેના દેશવાસીઓના ગૌરવનું પ્રતિક છે. અમારી સરકાર તેમના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. આને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય કેબિનેટે ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારો માટે OROP હેઠળ પેન્શન રિવિઝનને મંજૂરી આપી છે.


કેટલા લોકોને અનાજ મળશે


કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગરીબોને મફત અનાજ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 81.35 કરોડ ગરીબ લોકોને એક વર્ષ માટે અનાજ આપવા માટે લગભગ બે લાખ કરોડ રૂપિયાનો આર્થિક બોજ કેન્દ્ર સરકાર પોતે ઉઠાવશે.


મોદી કેબિનેટે શુક્રવારે વન રેન્ક, વન પેન્શન અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અંગે નિર્ણય લીધો છે.


News For Farmer: ખેડૂતોના હિતમાં CM ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સૌની યોજના થકી આ વિસ્તારના જળાશયો ભરાશે


ખેડૂતોના હિતમાં સીએમનો મોટો નિર્ણય  કર્યો છે.  પાણીની અછતના કારણે પાક ન લઇ શકતા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સૌની યોજના દ્વારાર સૌરાષ્ટ્રના જળાશયોમાં નર્મદાના નીર ભરવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયના પગલે અઢી લાખ એકર વિસ્તારના ખેડૂતોને ફાયદો થશે. આ નિર્ણયથી સૌરાષ્ટ્રના 10 જિલ્લા મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાના જળાશયોમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે.


સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે. ઉલ્લેખનિય છે કે, કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પાણીની જરૂરીયાતવાળા જિલ્લાઓના 115 જળાશયો ભરીને 970 કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઇનું પાણી પુરૂ પાડવાનો નિર્ણય લેવાયો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોની જરૂરીયાતની સમીક્ષા બાદ નર્મદા નદીનું પાણી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયોને આપવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનિય છે કે,  આ નિર્ણય  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને કૃષિ મંત્રી રાધવજી પટેલ સાથે વિચાર વિમર્શ કરીને લેવાયો છે.