Rewa Accident:ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની સરહદને જોડતા નેશનલ હાઈવે 30 પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે.  આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે.


ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની સરહદને જોડતા નેશનલ હાઈવે 30 પર એક ભયાનક અકસ્માત થયો હતો. ત્રણ વાહનોની ટક્કરથી આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે.


 






મળતી માહિતી મુજબ, અકસ્માત શુક્રવારે રાત્રે થયો હતો. બસ જબલપુરથી રીવા થઈને પ્રયાગરાજ જઈ રહી હતી. માહિતી મળતાની સાથે જ સોહાગી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને ત્યોંથર  સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


રીવાના કલેક્ટરના જણાવ્યા અનુસાર, આ અકસ્માત શુક્રવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે પર્વતના ઘાટમાં થયો હતો. યુપી પાસિંગની બસ જબલપુરથી રીવા થઈને પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ) જઈ રહી હતી. તે જ સમયે, બસ નેશનલ હાઈવે-30ની ટેકરી પરથી ઉતરતી વખતે અકસ્માતનો ભોગ બની હતી. પ્રાથમિક તપાસ મુજબ બસ રોડ પર જઈ રહેલા અન્ય કોઈ વાહન સાથે ટ્રકની ટક્કરથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો અને મૃતકો દિવાળી મનાવવા પોતાના ઘરે પાછા જઈ રહ્યા હતા અને આ દરમિયાન 35થી વધુ લોકો ઘાયલ થયા છે તો 14ના મોત નિપજ્યાં છે. 


ભાજપના ધારાસભ્યની તબિયત લથડી


ગુજરાત ભાજપના  ધારાસભ્ય બલરામ થાવાણીની તબિયત લથડી છે. ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીને ફૂડ પોઇઝનિંગ થયું છે. ઝાડા, ઉલટી અને શરીર ફૂલી જતા દાખલ કરાયા છે. ધારાસભ્યને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એરપોર્ટ ખાતે આવેલી કેન્ટિનમાં મસાલા ઢોસા ખાધા હતા.  Vip પાર્કિંગ પાસે આવેલી કેન્ટિનમાં નાસ્તો કર્યો હતો. મસાલા ઢોસા ખાધા બાદ ફૂડ પોઇઝનિંગ થયું હતું. સિવિલમાં સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરાઇ. ભાજપના નરોડા બેઠકના ધારાસભ્ય છે બલરામ થાવાણી.


જામીન અરજીમાં વિપુલ ચૌધરીએ શું કહ્યું?


ગુજરાત હાઈકોર્ટમાં વિપુલ ચૌધરીએ કરેલી જામીન અરજીમાં રજૂઆત કરાઈ છે કે, રાજનૈતિક કિન્નાખોરીમાં તેમની ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે. આ સાથે વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય દબાણમાં કેસ કરાયો હોવાની પણ ફરિયાદ જામીન અરજીમાં કરાઈ છે. વર્ષ 2015માં ચેરમેન પદેથી મુક્ત થયા બાદ સાત વર્ષના વિલંબ બાદ કરાયેલી ફરિયાદ તથ્ય વિહોણી હોવાની પણ રજૂઆત હાઈકોર્ટને કરાઈ છે. નિયમિત જામીન પર મુક્ત કરવામાં આવે તેવી વિપુલ ચૌધરીએ માંગણી કરી છે.


વિપુલ ચૌધરીની અરજીનો સરકારે વિરોધ કર્યોઃ









લવિંગજીને મનાવવા અલ્પેશ ઠાકોરના હવાતિયા, ઇશારો કરી નામ એનાઉન્સ કરવાનું કહ્યું પણ..


Gujarat Election : ગુજરાતમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી ગૌરવ યાત્રા પાટણના વારાહી ખાતે પહોંચી હતી.  વારાહી ખાતે પહોંચેલ ગૌરવ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા. લિવિંગજી ઠાકોરને મનાવવા અલ્પેશ ઠાકોર હવાતિયાં મારતા નજરે પડ્યા હતા. અલ્પેશ ઠાકોરે મોકો જોઈ  મંચ પર લવિંગજી ઠાકોરને હાર પહેરાવ્યો હતો. 


રાધનપુર વિધાનસભા સીટ પર લવિંગજી ઠાકોર સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આયાતી ઉમેદવાર અલ્પેશના વિરોધમાં હતા. ત્યારે અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર એક મંચ પર જોવા મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. સાથે સ્ટેજ પરથી અલ્પેશ ઠાકોરે લવિંગજીને ઈશારામાં તેમનું નામ એનાઉન્સ કરવાનું કહેતા લવિંગજીએ ન કરતા લાચાર પડ્યા હતા. એટલું જ નહીં, તેમણે મંચ પરથી નીચે ઉતરતી વખતે કૈલાશ જોશીને તેમનું નામ ન બોલ્યા તેમ કહ્યું હતું.