Pakistani Actresses Name In Honey Trap:પાકિસ્તાનના આદિલ રઝા નામના એક રિટાયર્ડ આર્મી ઓફિસરે પાકિસ્તાનની કેટલીક હોટ અભિનેત્રીઓ પર હની ટ્રેપનો આરોપ લગાવ્યો છે, આ આરોપી બાદ આ ચાર અભિનેત્રીના નામ ચર્ચામાં છે.
પાકિસ્તાનના આદિલ રઝા નામના એક નિવૃત આર્મી અધિકારીએ રે પાકિસ્તાનની કેટલીક હોટ અભિનેત્રીઓ પર હની ટ્રેપનો આરોપ લગાવ્યો છે, આ આરોપી બાદ આ ચાર અભિનેત્રીના નામ ચર્ચામાં છે. જો કે અભિનેત્રીઓએ આરોપીને નકારતા અધિકારી સામે ફરિયાદ કરવાની વાત કરી છે. હની ટ્રેપના મામલે સજલ અલી અને માહિલા ખાન જેવી કેટલીક અભિનેત્રીના નામ ચર્ચામાં છે.
પાકિસ્તાનના આદિલ રઝા નામના એક નિવૃત આર્મી અધિકારીએ સજલ અલીના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. જે પાકિસ્તાનની ફિલ્મની સાથે બોલિવૂડમાં પણ કામ કરી ચૂકી છે. કરોડો લોકો તેની અભિનિય અને અદાકારીના દિવાના છે.
હની ટ્રેપનો આરોપ ફેમસ અભિનેત્રી કુબરા ખાન પર પણ લાગ્યો છે. હની ટ્રેપમાં આ હોટ અભિનેત્રીનું નામ પણ ચર્ચાંમાં છે. કુબરા ખાને તેમના પર લાગેલા આરોપસર ફરિયાદ કરવાની પણ વાત કરી છે. ઉલ્લેખનિય છે કે, કુબરા ખાનનું પાકિસ્તાનની ખુબસૂરત અભિનેત્રીની યાદીમાં સામેલ છે. કુબરા ખાને અધિકારીના આ આરોપોને નકરાતા આરોપ માટેના પુરાવા રજૂ કરવા માંગણી કરી છે.
પાકિસ્તાની અભિનેત્રી મેહવિશ હયાતના પણ આજે લાખો ચાહકો છે. હની ટ્રેપના આરોપ બાદ મહવિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે.
માહિરા ખાન પણ હની ટ્રેપના આરોપ બાદ ચર્ચામાં છે. માહિરાની સુંદરતાના પણ કરોડો લોકો દિવાના છે. તેણે પાકિસ્તાન સાથે શાહરૂખ ખાનની બોલિવૂડ ફિલ્મ રઈસમાં પણ કામ કર્યું છે.
ભાજપના નેતાએ 13 વર્ષની છોકરીને ઘરે બોલાવી બળજબરીથી બાંધ્યા શરીર સંબંધ, લોકોને ખબર પડતાં શું કર્યું?
MP: મધ્યપ્રદેશના બેતુલના એક વિસ્તારમાં સોમવારે રાત્રે એક સગીર બાળકી પર બળાત્કારની ઘટના સામે આવ્યા બાદ તંગદિલી ફેલાઈ ગઈ હતી. સગીર સાથે દુષ્કર્મના કેસમાં ફરાર આરોપીની ધરપકડને લઈને લોકો ઉશ્કેરાયા હતા. તણાવ એટલો વધી ગયો કે બદમાશોએ તેના ઘરની સામે પાર્ક કરેલી આરોપીની કારને આગ ચાંપી દીધી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બળપ્રયોગ કરીને વાતાવરણને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. બેતુલ કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે સાંજે કેટલાક લોકો એક સગીર છોકરીને કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લઈ ગયા હતા. તેની ફરિયાદ હતી કે લોટ મિલ ચલાવતા રમેશ ગુલહાનેએ 11 વર્ષની સગીર સાથે દુષ્કર્મ કર્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ કલમ 376 અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. સાથે જ સ્થાનિક નાગરિકોએ આ કેસને લઈને પોલીસ પાસે આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી છે.
ઘટનાની વાત કરીએ તો, કેટલાક બદમાશોએ તેના ઘરની સામે પાર્ક કરેલી આરોપીની કારને આગ ચાંપી દીધી હતી, જેને તરત જ બુઝાવી દેવામાં આવી હતી. પોલીસે વિસ્તારમાં તંગદિલી સર્જવા અને બદમાશોને કાબૂમાં લેવા હળવા બળનો ઉપયોગ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ સમગ્ર જિલ્લામાંથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મોડી રાત સુધી પોલીસ કાફલો ઘટનાસ્થળે હાજર હતો. આ દરમિયાન પોલીસે કેટલાક બદમાશોને પણ કસ્ટડીમાં લીધા હતા.