MUMBAI : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલમાં નેતા વિપક્ષ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસની મુંબઇ પોલીસે ટકાયત કરી છે. મુંબઈ પોલીસે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને પક્ષના અન્ય નેતાઓની અટકાયત કરી કારણ કે તેઓ રાજ્ય મંત્રી નવાબ મલિકના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની વિશેષ PMLA કોર્ટે ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કસ્ટડી 7 માર્ચ સુધી લંબાવી છે. આ મામલો દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે મહારાષ્ટ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં વિપક્ષ નેતાઓએ નવાબ મલિકના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રાજ્યના લઘુમતી મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકની મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટ ઓફ રિકવરી (ED)એ આ કાર્યવાહી કરી છે. EDની કાર્યવાહી બાદ ભાજપે મલિકના રાજીનામાની માંગ કરી હતી, હાલ નવાબ મલિક 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. મલિકના રાજીનામાને લઈને ભાજપ ખૂબ જ આક્રમક દેખાઈ રહ્યું છે. નવાબ મલિકના રાજીનામાની માંગ સાથે ભાજપ મુંબઈમાં વિરોધ પ્રદર્શન કર્યું.
દેવેન્દ્ર ફડણવીસ અને બીજેપીના અન્ય ટોચના નેતાઓ બુધવારે આઝાદ મેદાનમાં NCP નેતા અને લઘુમતી મંત્રી નવાબ મલિકના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. બપોરે મુંબઈ પોલીસે દેવેન્દ્ર ફડણવીસ અને બીજેપીના અન્ય નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. ભાજપના નેતાઓને કસ્ટડીમાં લીધા બાદ પોલીસે મેટ્રો સિનેમા પાસેથી બેરિકેડ પણ હટાવીને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો કરાવ્યો હતો.