મુંબઇ:તાજેતરમાં બનેલી આ ઘટના બાદ એક અધિકારીએ જણાવ્યું કે, મુંબઇ સાયબર પોલીસે બુલી બાઇ એપ પર વાંધાજનક પોસ્ટ પર તપાસ શરૂ કરી દીધી છે.


ઓનલાઈન એપ (Bulli Bai) પર સેંકડો મુસ્લિમ મહિલાઓની તસવીરો તેમની અનુમતિ વિના જ  અપલોડ કરવાને કારણે લોકો રોષે ભરાયા છે. દિલ્હી પોલીસે કહ્યું કે, તે એક  મહિલા પત્રકાર ઈસ્મત આરા દ્રારા  દાખલ કરાયેલા કેસની તપાસ કરી રહી છે, જ્યારે મહારાષ્ટ્રની સત્તાધારી શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, મુંબઈમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.


શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, તેમણે આ મુદ્દે પોલીસ કમિશનર અને ડીસીપી ક્રાઇમ સાથે વાતચીત કરી છે અને અપીલ કરી છે કે, આ ઘટના મુદ્દે તાત્કાલિક તપાસ કરાવમાં આવે. સમગ્ર ઘટના  (Bulli Bai) એપ પર           મહિલોની તસવીર અપલોડ કરવા અંગેની છે. આરોપ છે કે આ એપ પર મુસ્લિમ મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે, અને તેમની તસવીરો સાથે 'ડીલ' કરવામાં આવી રહી છે. ગયા વર્ષે આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જ્યારે સુલી બાય એપ સુલ્લી ડીલ્સને લઇને વિવાદ સર્જ્યો છે.


ન્યુઝ એજેન્સી પીટીઆઇ મુજબ આ ઘટના મુદ્દે મંબઇ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી દીધી છે.  બુલ્લી બાઇ એપ્સ સુલ્લી એપ્સનું એક ક્લોન જેવું લાગી રહ્યું છે. જ્યાં મહિલાઓની તસવીરો અપલોડ કરીને ડીલ્સ ઓફ ધ ડે લખવામાં આવ્યું હતું.


આ મામલામાં નિશાન બનાવવામાં આવેલી કેટલીક મહિલાઓએ કહ્યું કે આના દ્વારા કોઈ 'ઓક્શન' નથી થઈ. આ કૃત્યનો હેતુ અપમાનિત કરવાનો, અને હેરાન કરવાનો હતો. એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું કે, બુલી બાઈ એપ 'સુલી ડીલ્સ'ની જેમ જ કામ કરે છે. એકવાર તમે તેને ખોલો, પછી તમને  એક મુસ્લિમ મહિલાનો જોવા મળે છે.  ચહેરો 'બુલ્લી બાઈ' તરીકે દર્શાવવામાં આવ્યો છે." આ બાબતે લઇને  ભારે હોબાળો મચી ગયો.


આ મામલામાં એક મહિલા પત્રકારે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલા પત્રકારે દક્ષિણ દિલ્હીના સીઆર પાર્ક પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી, જેની એક નકલ તેણે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરી હતી.