Coronavirus in India: 2020-21માં ભારતે જોયેલા કોરોનાનું ભયાનક સ્વરૂપ ક્યારેય કોઇ નહિ ભૂલી શકે.? લોકોએ એકબીજાથી અંતર રાખવાનું શરૂ કર્યું, માસ્ક રૂટીનનો આવશ્યક ભાગ બની ગયો. શું એ જ સમય ફરી આવી રહ્યો છે. કારણ કે ચીન જાપાન અમેરિકામાં ફરી કોરોનાએ તરખાટ મચાવ્યો છે.


એક વખત ફરી ચીનમાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે. મહામારીએ ચીનમાં ફરી કેર વર્તાવ્યો છે. યુરોપના અનેક દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ સ્થિતિમાં શું ભારતને પણ શું ફરીએ ભયાવહ સ્થિતિ જોવી પડી શકે છે.


શું ફરી આવશે એ ભંયકર સ્થિતિ?


ભારતે 2020-2021માં જોયેલા કોરોનાનું ભયાનક સ્વરૂપ કોણ ભૂલી શકશે.  લોકોએ એકબીજાથી અંતર રાખવાનું શરૂ કર્યું, માસ્ક રૂટીનનો આવશ્યક ભાગ બની ગયો. દુકાનો આગળ સોશિયલ ડિસ્ટન્શ માટે સર્કલ કરવામાં આવ્યાં હતા.  લોકડાઉનને કારણે લોકો તેમના ઘરોમાં કેદ થઇ ગયા હતા. તમામ પ્રકારના પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો. શું એ જ તબક્કો ભારતમાં ફરી એકવાર પાછો ફરવા જઈ રહ્યો છે, આ પ્રશ્ન મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે, રોગચાળાના નિષ્ણાતો પણ અનુમાન લગાવી રહ્યા છે કે, આગામી 90 દિવસમાં ચીનની 60 ટકાથી વધુ વસ્તી અને પૃથ્વીની 10 ટકા વસ્તી મૃત્યુ પામશે. કોરોનાથી સંક્રમિત થવાની સંભાવના અને લાખો લોકોના મોત પણ થઈ શકે છે.


ગભરાવવાની જરૂર નથી


જો કે, કોવિડ 19 વર્કિંગ ગ્રૂપ NTAGI ના અધ્યક્ષ એનકેએ કહ્યું છે કે, "અમે સાંભળીએ છીએ કે કોવિડ ચેપ ચીનમાં વ્યાપકપણે ફેલાઈ રહ્યો છે, જ્યાં સુધી ભારતનો સંબંધ છે, ભારતમાં મોટી સંખ્યામાં લોકોનું રસીકરણ થયું છે. તેથી પહેલી અને બીજી લહેર જેવી ભંયકર સ્થિતિ થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે જેથી  પરંતુ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાથી ગભરાવાની જરૂર નથી.


Coronavirus India: વિશ્વમાં કોરોનાએ ફરી માર્યો છે ઉથલો, PM મોદી આજે કરશે સમીક્ષા બેઠક


Coronavirus: વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ભારતમાં પણ કોરોનાના નવા વેરીયન્ટની એન્ટ્રી થઈ છે. આ દરમિયાન આજે પીએમ મોદી સમીક્ષા બેઠક કરશે.


ચીનથી લઈ જાપાન અને અમેરિકામાં કોરોના કેસ વધી રહ્યા છે, જેને લઈ ભારતમાં સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોરોનાની સ્થિતિ જાણવા સમીક્ષા બેઠક બોલાવી છે. આ પહેલા બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.


ભારતમાં કોરોનાની એન્ટ્રી અંગે ફફડાટ, નીતિ આયોગના VK મતદાને લોકોને એલર્ટ કર્યા


ચીનમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે, તેથી હવે ભારતમાં સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સાવચેતી તરીકે ભારતમાં કોવિડની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે પહેલેથી જ એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), ભારતીય તબીબી સંશોધન પરિષદ અને બાયોટેકનોલોજી વિભાગના પ્રતિનિધિઓ હાજર હતા. કોરોનાની સ્થિતિનો ખ્યાલ મેળવવા બેઠકમાં શું ચર્ચા થઈ અને કયા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા તે નીચે મુજબ છે.


નીતિ આયોગના સભ્ય ડો. વી.કે પાઊલે મહત્ત્વની સલાહ પણ આપી છે. તેમણે કોરોનાના કિસ્સામાં શું સાવચેતી રાખવી જોઈએ તેની માહિતી પણ આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ મહત્વની ગાઈડલાઈન આપી હતી.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે કોવિડ હજુ સમાપ્ત થયો નથી. મેં તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા અને મોનિટરિંગ મજબૂત કરવા નિર્દેશ આપ્યો છે. તેણે કહ્યું કે ટીમ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.


બેઠક પૂર્ણ થયા બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે પોલ લોકોને વાયરસના ફેલાવાને રોકવા માટે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપી હતી. ડૉ. વી.કે પૉલે કહ્યું હતું કે, જો તમે ભીડવાળી જગ્યાએ, ઘરની અંદર કે બહાર હોવ તો તમારે માસ્કનો ઉપયોગ કરવો જ જોઈએ. વૃદ્ધ લોકો માટે આ બધી બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે.