Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે યુક્રેન પર નો-ફ્લાય ઝોન લાગુ ન કરવા બદલ નાટો પર આકરા પ્રહારો કર્યા હતા. આ સિવાય ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં યુક્રેન 10,000થી વધુ રશિયન સૈનિકોને મારી ચૂક્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં જ તેઓ યુદ્ધના કારણે બીજા દેશમાં આશરો લેનારા તેમના નાગરિકોને પરત લાવવામાં સફળ થશે. આવો જાણીએ કે ઝેલેન્સકી તેના નવા વીડિયોમાં શું કહે છે.


યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુક્રેન પર નો-ફ્લાય ઝોન લાદવાનો ઇનકાર કરવા બદલ નાટો પર આકરા પ્રહારો કર્યા, અને કહ્યું કે તે નબળાઇની નિશાની છે. તેમણે કહ્યું કે યુક્રેનને NATO ખરીદ પદ્ધતિ   દ્વારા અત્યાર સુધીમાં માત્ર 50 ટન ડીઝલની સહાય મળી છે. જો કે, તેમણે ઉમેર્યું, "હું માનું છું કે ટૂંક સમયમાં અમે અમારા લોકોને કહી શકીશું: પાછા આવો! પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા અને અન્ય તમામ દેશોમાંથી પાછા ફરો. પાછા આવો, કારણ કે હવે કોઈ જોખમ નથી."


ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે તેમણે મોડી રાત્રે ફ્રાન્સ અને પોલેન્ડના રાષ્ટ્રપતિઓ સાથે વાત કરી હતી અને તેમની સહાય માટે આભાર વ્યક્ત કર્યો હતો. ઝેલેન્સકીએ કહ્યું કે ખરેખર પોલેન્ડ સાથે કોઈ અમારી કોઈ સરહદ નથી. તેમણે વિશ્વ બેંક અને આઈએમએફના પ્રમુખ સાથે વાત કરી અને કહ્યું, "અમે પહેલાથી જ કામ કરી રહ્યા છીએ કે યુક્રેનિયનો યુદ્ધ પછી કેવી રીતે જીવશે." તેમણે ચાર્લ્સ મિશેલ અને ઉર્સુલા વોન ડેર લેયેન સાથે યુરોપિયન યુનિયનમાં યુક્રેનના સભ્યપદ વિશે વાત કરી.


ઝેલેન્સકીએ યુક્રેનને ટેકો આપવા બદલ વિદેશી નાગરિકોનો આભાર માન્યો અને કહ્યું કે 74% અમેરિકનોએ યુક્રેન પર નો-ફ્લાય ઝોન લાદવાનું સમર્થન કર્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયા તેની સરહદો સુધી પહોંચ્યું નથી અને અત્યાર સુધીમાં અમે 10000 રશિયન સૈનિકોને મારી નાખ્યા છે. આક્રમણકારોનો વિરોધ કરનારા દરેક યુક્રેનિયનનો આભાર. મેરીયુપોલ અને વોલ્નોવાખાના માનવતાવાદી કોરિડોર કામ કરવા જોઈએ.