New Prime Minister of Nepal: આજથી અઢી વર્ષ પુષ્પ કમલ દહલ બનશે નેપાળના નવા પીએમ ત્યારબાદના અઢી વર્ષ માટે ઓલી પીએમ બનશે, નવા ગઠબંધનને 275 સદસ્યની સભામાં 165 સાંસદોનું સમર્થન મળ્યું છે.
Nepal Next PM
નેપાળની રાજનીતિમાં રવિવારે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. હવે 6 પાર્ટીઓના સમર્થનથી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ નેપાળના આગામી વડાપ્રધાન બનશે. હાલમાં જ પુરી થયેલી ચૂંટણીમાં કોઇ પક્ષને બહુમતી મળી ન હતી. રાષ્ટ્રપતિના આમંત્રણ પર ઘણા રાજનીતિક દળો ગઠબંધનને લઇને વિચાર વિમર્શ કરી રહ્યા હતા. પ્રચંડની આગેવાનીમાં થયેલી પક્ષોની બેઠક પછી સાંજે નક્કી કરવામાં આવ્યું કે પુષ્પ કમલ દહલ નેપાળના આગામી પ્રધાનમંત્રી બનશે.
સોમવારે લેશે પ્રધાનમંત્રી પદની શપથ
નેપાળમાં છેલ્લા દોઢ દાયકામાં 13મી વખત વડાપ્રધાનના શપથ ગ્રહણનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. આજે પુષ્પ કમલ દહલ નેપાળના 13મા વડાપ્રધાન તરીકે શપથ લેશે. પુષ્પ કમલ 'પ્રચંડ' આજે સાંજે 4 વાગ્યે ત્રીજી વખત તાજ પહેરાવવાના છે. નેપાળમાં આ સમયે રાજકારણ ચરમસીમાએ છે. આ એક એવી સરકાર છે, જે તમામ સંસાધનો એકત્ર કરીને બનાવવામાં આવી છે.
કેપી શર્મા ઓલીના ઘરે થઇ હતી મિટિંગ
પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના નિવાસસ્થાને મિટિંગ થઇ હતી જેમાં સીપીએન-એમસી દેબના મહાસચિવ ગુરંગે કહ્યું કે, એક સમજુતી પત્ર તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે રાષ્ટ્રપતિને સોંપવામાં આવશે. આ મિટિંગમાં ઓલી, પ્રચંડ, આરએસપી અધ્યક્ષ રવિ લામિછાને, રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર લિંગડેન, જનતા સમન્વયવાદી પાર્ટીના અધ્યક્ષ અશોક રાય સહિત અન્ય લોકોએ ભાગ લીધો હતો.
આખરે શું છે અઢી વર્ષનો કરાર?
મિટિંગમાં રોટેશનના આધારે પુષ્પ કમલ અને ઓલીને પ્રધાનમંત્રી બનાવવા પર સહમતિ બની હતી. અઢી વર્ષ માટે પુષ્પ કમલ પીએમ રહેશે અને તે પછી અઢી વર્ષ માટે ઓલી પીએમ બનશે. ઓલી પોતાની માંગણી પ્રમાણે પ્રચંડને પહેલા પ્રધાનમંત્રી બનાવવા પર સહમત થયા. નવા ગઠબંધનને 275 સદસ્યની પ્રતિનિધિ સભામાં 165 સાંસદોનું સમર્થન મળ્યું છે.
આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલે સત્તાધારી માઓઇસ્ટ સેન્ટરને સમર્થન આપવાથી ઇન્કાર કરી દીધો હતો અને તેમણે ગઠબંધન પણ છોડી દીધું હતું.
ચીનની નજીક માનવામાં આવે છે પ્રચંડ - ઓલીને
તમને જણાવી દઈએ કે પ્રચંડ ઓલી બે વર્ષ પહેલા સરકારનો ભાગ હતા. ભારત સાથે કાલાપાની અને લિપુલેખ સરહદ વિવાદ પછી, તેમણે તેમના સાત મંત્રીઓને રાજીનામાં અપાવ્યા હતા અને ઓલીને ખુરશી છોડવાની ફરજ પડી ગઈ હતી. પુષ્પ કમલ દહલ પ્રચંડ અને કેપી શર્મા ઓલી બંને કોમ્યુનિસ્ટ પાર્ટીના છે અને તેઓ ચીનની ખૂબ નજીક માનવામાં આવે છે. આ જ કારણ છે કે નેપાળ સરકાર આ વખતે ભારત માટે મુશ્કેલી બની શકે છે.