Death During Watching Movie:હાલમાં જ ફિલ્મ અવતાર-2 રિલીઝ થઈ છે. આંધ્રના કાકીનાડા જિલ્લાના પેદ્દાપુરમ શહેરના લક્ષ્મીરેડ્ડી શ્રીનુ તેના ભાઈ રાજુ સાથે આ ફિલ્મ  જોવા માટે ગયા હતા. આ ફિલ્મ શ્રી લલિતા થિયેટરમાં ચાલી રહી છે. બંને ભાઈઓ આ સિનેમા હોલમાં ફિલ્મ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક લક્ષ્મીરેડ્ડીની તબિયત બગડી અને તેઓ ખુરશી પરથી જમીન પર પડી ગયા.


દેશમાં હાર્ટ એટેકથી અચાનક મૃત્યુના કેસમાં વધારો થયો છે. નાચતી વખતે, જીમમાં ટ્રેડ મીલ વખતે. દૂધનું વિતરણ કરતી વખતે અને ગાતી વખતે પડીને મોતને ભેટ્યા બાદ આંધ્રપ્રદેશમાં આજે ફિલ્મ જોતી વખતે યુવકના મોતનો મામલો સામે આવ્યો છે. તે સમયે આ યુવક તેના ભાઈ સાથે ફિલ્મ અવતાર-2 જોઈ રહ્યો હતો.


હાલમાં જ ફિલ્મ અવતાર-2 રિલીઝ થઈ છે. આંધ્રના કાકીનાડા જિલ્લાના પેદ્દાપુરમ શહેરના લક્ષ્મીરેડ્ડી શ્રીનુ તેના ભાઈ રાજુ સાથે આ જોવા માટે ગયા હતા. આ ફિલ્મ શ્રી લલિતા થિયેટરમાં ચાલી રહી છે. બંને ભાઈઓ આ સિનેમા હોલમાં ફિલ્મ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક લક્ષ્મીરેડ્ડીની તબિયત બગડી અને તેઓ ખુરશી પરથી જમીન પર પડી ગયા. આ જોઈને તેનો ભાઈ રાજુ અન્ય લોકોની મદદથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો, પરંતુ પેદ્દાપુરમની સરકારી હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. તબીબોએ મૃત્યુનું કારણ હાર્ટ એટેક ગણાવ્યું છે.


આ પછી જ્યારે રાજુએ તેના ભાઈના મૃત્યુના સમાચાર પરિવારને આપ્યા તો બધા ચોંકી ગયા. શું થયું તે સંબંધીઓ સમજી શક્યા નહીં. આ અંગેની માહિતી મળતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતકના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે.


સ્કૂલ બસમાં બાળકને હાર્ટ અટેક, તો  ઈન્દોરમાં દૂધ વહેંચી વખતે યુવકને હુમલો


આ પહેલા પણ દેશમાં આવી ઘટનાઓ સામે આવી ચુકી છે. મધ્યપ્રદેશના ભીંડમાં બસમાં ચડતી વખતે 12 વર્ષના છોકરાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તો  ઇન્દોરમાં દૂધ વહેંચતી વખતે એક યુવકનું મોત થયું હતું. સિઓનીમાં ડાન્સ કરતી વખતે એક મહિલાનું મોત થયું હતું. મેરઠમાં, એક સગીર છોકરાને છીંક આવતી વખતે હાર્ટ એટેક આવ્યો અને પછી તેનું મૃત્યુ થયું.