Paytm TPAP:હવે UPI સેવા ભારતની ફિનટેક કંપની Paytm પર સતત ચાલુ રહેશે. આજે એટલે કે 14 માર્ચે, તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) તરફથી થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર (TPAP) માટે જરૂરી લાઇસન્સ પ્રાપ્ત થયું છે.
Axis Bank, HDFC બેંક, SBI અને યસ બેંક Paytm માટે પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર (PSP) બેંક તરીકે કામ કરશે.
યસ બેંક પેટીએમના વેપારી ખાતાઓ સાથે વ્યવહાર કરશે
NPCIએ કહ્યું છે કે, આવનારા સમયમાં નવા વેપારીઓ અને જૂના વેપારીઓ કે જેઓ પહેલાથી @paytm UPI હેન્ડલનો ઉપયોગ કરી રહ્યાં છે તેમના ખાતા હવે Paytm પેમેન્ટ્સ બેંકને બદલે યસ બેંકમાં જશે.
Paytm પર અન્ય એકાઉન્ટ્સ વિશે શું?
NPCI એ Paytm ને @paytm હેન્ડલ સાથેના તમામ UPI એકાઉન્ટને શક્ય તેટલી વહેલી તકે તે ચાર બેંકોમાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો છે. Paytm શક્ય હોય ત્યાં સુધી તેના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ આ ખાતાઓને 4 ચુકવણી સેવા પ્રદાતા બેંકોમાં સ્થાનાંતરિત કરશે.
RBIની સૂચના બાદ NPCIએ મંજૂરી આપી હતી
તમને જણાવી દઈએ કે તાજેતરમાં 23 ફેબ્રુઆરીના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ NPCIને Paytmની UPI સેવાઓ ચાલુ રાખવા માટે Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશનની અનુરોધની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
RBIએ તે સમયે કહ્યું હતું કે Paytmનું UPI હેન્ડલ એટલે કે @paytm (વર્ચ્યુઅલ એડ્રેસ ફોર પેમેન્ટ અથવા VPA) Paytm પેમેન્ટ્સ બેંકને બદલે કેટલીક પસંદગીની બેંકોને સોંપવામાં આવે જેથી પેમેન્ટ સેવાઓમાં કોઈ સમસ્યા ન આવે. હવે, જ્યારે NPCIને મંજૂરી મળી ગઈ છે, ત્યારે રસ્તો સાફ થઈ ગયો છે કે હવે આ ચાર બેંકો Paytm માટે ચુકવણી સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખશે અને ગ્રાહકો અને વેપારીઓ UPIનો લાભ મેળવતા રહેશે.