Game zone Fire:રાજકોટ  (Rajkot)  ટીઆરપી ગેઇમ ઝોન  ( Game zone trp)માં આગની ઘટનાને લઇને સતત તપાસનો દૌર ચાલી રહ્યાં છે.  28 લોકો જીવતા ભૂંજાતા ઘટનાને લઇને લોકોમાં ભારે આક્રોશ છે. આજે આ ઘટનાને લઇને વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જમીન ભાડે આપનાર કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં પાંચ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડની, નીતિન જૈન, ધવલ ઠક્કરની ધરપકડ થઈ ચૂકી છે.


ઉલ્લેખનિય છે કે, રાજકોટ અગ્નિકાંડ મામલે  ગાંધીનગરમાં આજે એસઆઇટી (SIT)  સાથે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં RMCના ચીફ ફાયર ઓફિસરની ભૂમિકા પર પણ સવાલ થતાં તમામ સામે પૂછપરછ થશે. ઉલ્લેખનિય છે કે, 2021થી બધાજ નિયમોને નેવે મૂકીને 2024 સુધી આ ગેમઝોમ ધમધમતુ હતુ. તેથી આ સમય દરમિયાન ફરજ બજાવી ચૂકેલા તમામની પૂછપરછ થશે. રાજકોટમાં ત્રણ વર્ષ પૂર્વ મનપા કમિશનર અને રાજકોટમાં સમય દરમિયાન  સીપી રહી ચુકેલા ત્રણ IPSના પણ  નિવેદન લેવામાં આવશે.  


સીઆઇડી ક્રાઇમના પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીએ બેઠક બાદ આગામી તપાસ અંગે વાત કરતા કહ્યું કે, રાજકોટ અગ્નિકાંડ મામલે હવે તમામ IAS, IPS અધિકારીઓની  પૂછપરછ કરવામા આવશે. કલેક્ટર, મનપા કમિશનરોની પણ  પૂછપરછ થશે. 2021થી 2024 દરમિયાનના સેવા બજાવનાર તમામ પોલીસ કમિશનરોની પણ  પૂછપરછ થશે.


બેઠક બાદ સીઆઇડી ક્રાઇમના પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીએ જણાવ્યાં અનુસાર આજે SITની ટીમના તપાસ રિપોર્ટની સમીક્ષા કરાઈ હતી.  બેઠક બાદ સુભા, ત્રિવેદીએ કહ્યું કે, “24 કલાક રાત દિવસ તપાસ માટે  કાર્યવાહી થઇ રહી છે. RMC, ફાયર, પોલીસની કામગીરીની તપાસ પણ થઇ રહી છે. દુર્ઘટનામાં જવાબદાર તમામ વિરૂદ્ધ કાર્યવાહી થશે, જવાબદાર અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. કડક કાર્યવાહીના CM અને ગૃહ રાજ્યમંત્રીએ આદેશ આપ્યા છે. મૃતકોને ન્યાય મળે તે પ્રકારે તપાસ કરવામાં આવશે, તમામ IAS,IPSની પૂછપરછ કરવા માટેના આદેશ આપ્યા છે”,