Surendranagar:રખડતા ઢોરના કારણે રાજ્યમાં વધુ એક માસૂમે જીવ ગુમાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાના ટિંબલા ગામમાં રમતા બાળકને સાંઢે અડફેટે લઇને ફંગોળતા મોત થયું છે.
રખડતા ઢોરના કારણે રાજ્યમાં વધુ એક માસૂમે જીવ ગુમાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાના ટિંબલા ગામમાં રમતા બાળકને સાંઢે અડફેટે લઇને ફંગોળતા મોત થયું છે.
રાજ્યમાં રખડતાં ઢોર અને શ્વાનનો આતંક વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે લોકોનો ગંભીર અકસ્માત થયો હોય અને ઇજા થઇ હોય તેવી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. સુરેન્દ્રનગરના નાના ટિંબલા ગામમાં પણ વધુ એકનો ભોગ રખડતાં ઢોરે લીધો છે. અહીં બે સાંઢ અચાનક સામે સામા આવી ગયા અને બાખડી પડ્યાં. આ સમયે દરમિયાન નજીકમાં એક બાળક રમતું હતું. બાળક આ બંને સાંઢની અડફેટે આવી ગયું અને સાંઢે બાળકને હવામાં ફંગોળ્યો. બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો જો કે કમનસીબે બાળકનું મોત નિપજ્યું છે. ઘટનાને પગલે ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર પણ મોંઘા થયા છે
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે અને તેની કિંમતમાં 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 350.50 રૂપિયા મોંઘા થયા બાદ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને 2119.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
જાણો ચાર મહાનગરોમાં LPGના નવા ભાવ
- દિલ્હીમાં LPGની કિંમત 1053 રૂપિયાથી વધીને 1103 રૂપિયા થઈ ગઈ છે.
- મુંબઈમાં એલપીજીની કિંમત 1052.50 રૂપિયાથી વધીને 1102.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
- કોલકાતામાં LPGની કિંમત 1079 રૂપિયાથી વધીને 1129 રૂપિયા થઈ ગઈ છે.
- ચેન્નાઈમાં LPGની કિંમત 1068.50 રૂપિયાથી વધીને 118.50 રૂપિયા થઈ ગઈ છે.
જાણો ચાર મહાનગરોમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ
- દિલ્હીમાં કોમર્શિયલ એલપીજીની કિંમત 1769 રૂપિયાથી વધીને 2119.50 રૂપિયા થઈ ગઈ છે.
- મુંબઈમાં કોમર્શિયલ એલપીજીની કિંમત 1721 રૂપિયાથી વધીને 2071.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
- કોલકાતામાં કોમર્શિયલ એલપીજીની કિંમત 1869 રૂપિયાથી વધીને 2219.50 રૂપિયા થઈ ગઈ છે.
- ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજીની કિંમત 1068.50 રૂપિયાથી વધીને 2267.50 રૂપિયા થઈ ગઈ છે.
જુલાઈ 2022માં કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો
આ પહેલા 6 જુલાઈ 2022ના રોજ ઓઈલ કંપનીઓ દ્વારા કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે પણ કંપનીઓએ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો અને તે વધીને 1053 રૂપિયા થઈ ગયો હતો. આ પહેલા વર્ષ 2022માં 14.2 કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર લગભગ 154 રૂપિયા મોંઘું થયું હતું. તો બીજી તરફ 19 કિલોનો સિલિન્ડર 357 રૂપિયા સસ્તો થયો છે. આ દરમિયાન 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના દરમાં કુલ 18 વખત ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં સિલિન્ડર 12 ગણો સસ્તો અને 6 ગણો મોંઘો થયો છે.