ઈસ્લામાબાદ: પાકિસ્તાની અવળચંડાઇ અને નાપક હરકત ફરી એકવાર સામે આવી છે. પાકિસ્તાને એક નવો નકશો તૈયાર કર્યો છે. જેમાં જૂનાગઢ, લદ્દાખ અને જમ્મુકાશ્મીને પાકિસ્તાનનો હિસ્સો બતાવ્યો છે. પાકિસ્તાન સરકારે આ નકશો દરેક ન્યુઝ ચેનલને રાત્રે 9 વાગ્યે બુલેટીન પહેલા 2 સેકેન્ડ બતાવવા માટે ફરમાન કર્યું છે.


પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (પેમરા) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ સરકારે તમામ ટીવી ચેનલોને રાત્રે 9 વાગ્યાના ન્યૂઝ બુલેટિન પ્રસારિત કરતા પહેલા દરરોજ પાકિસ્તાનનો નકશો બતાવવાનું ફરજિયાત રહેશે. તેવું ફરમાન કર્યું છે.




પાકિસ્તાન સરકારની નાપાક હરકત ફરી એકવાર સામે આવી છે. પાકિસ્તાન સરકારે દરેક ન્યુઝ ચેનલને રાતના 9 વાગ્યાના બુલેટીન પહેલા પાકિસ્તાનનો નકશો બતાવવાના આદેશ આપ્યાં છે. આ નકશામાં ગુજરાતના જૂનાગઢ જન્મુ કાશ્મીર અને લદ્દાખને પાકિસ્તાનનનો હિસ્સો દર્શાવવામાં આવ્યો છે.


પાકિસ્તાનની ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (PEMRA)ની તરફથી જાહેર કરાયેલા આ આદેશ મુજબ બધી જ ચેનલોને ઓછોમાં ઓછા 2 સેકેન્ડ માટે આ નકશાને દર્શાવવો અનિવાર્ય છે. ઉલ્લેનિય છે કે, આ આદેશ પ્રાઇવેટ અને સરકારી બંને ચેનલોને લાગૂ થશે.


પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ દાવો કર્યો છે કે, સરકારને PEMRA ઓર્ડિનન્સ 2002ની કલમ 5 હેઠળ આ પ્રકારનો નિર્દેશ જારી કરવાનો અધિકાર છે. PEMRA પાકિસ્તાનની મીડિયા ઓથોરિટી છે. આ પહેલા પણ PEMRA પર ન્યૂઝ ચેનલો વિરુદ્ધ અનેક આદેશો દ્વારા કઠોર નીતિ અપનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.


Pm ઇમરાને આપી નવા નકશાને મંજૂરી


વડા પ્રધાન ઇમરાન ખાને ગયા વર્ષે ઓગસ્ટમાં કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી હતી અને પ્રથમ વખત પાકિસ્તાનના નવા રાજકીય નકશાને મંજૂરી આપી હતી જેમાં જમ્મુ અને કાશ્મીર વિસ્તાર પાકિસ્તાનના  ભાગ તરીકે બતાવવામાં આવ્યો છેય . ઈમરાન ખાને કહ્યું હતું કે નવા નકશાને તમામ રાજકીય પક્ષો અને પાકિસ્તાનના લોકોનું સમર્થન છે.


સ્કૂલમાં પણ નવો નકશો જ ભણાવવનો આદેશ


નવા નકશામાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતના જમ્મુ અને કાશ્મીર અને ગુજરાતનું જૂનાગઢ સમગ્ર વિસ્તાર પાકિસ્તાનનો ભાગ છે. પાકિસ્તાનના નવા નકશામાં  લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરને ગેરકાયદેસર ભારતીય કબજા તરીકે દર્શાવે છે. આ નવા નકશાને તમામ સરકારી સંસ્થાઓ માટે સત્તાવાર નકશા તરીકે ગણવામાં આવે તે ફરજિયાત બનાવ્યું છે.  દેશના શાળાના અભ્યાસક્રમમાં તેનો ઉપયોગ કરવામાં આવશે.