રાજકોટ: રાજકોટ ગુજરાત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલાનું નામ છેલ્લા કેટલાક સમયથી વિવાદ સાથે છોડાયું છે. ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ઠેર ઠેર તેમના પુતાળા દહન અને પોસ્ટર્સ દ્વારા ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે, આ સ્થિતિને જોતા સુરક્ષાના કારણોસર તેમણે તેમનું સરનામુ બદલી દીધું છે એટલે કે  તેમણે તેમનું મકાન અમીન માર્ગ વિસ્તારમાં ચેન્જ કર્યું છે. સુરક્ષાના કારણોસર પરશોત્તમ રૂપાલા હવે  ફ્લેટમાં રહેવા ગયા છે. તેઓ તેમના અમીન માર્ગ પર આવેલા ફ્લેટમા શિફ્ટ થયા છે. હવે તેમના જુના બંગલા બહારની સિક્યુરિટી હટાવામાં દેવામાં આવી છે.


ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ રાજકોટથી જ ઉમેદવારી કરવાનું  એલાન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે,ઉમેદવારી પત્રક ભરવાની તારીખ બે દિવસમાં નક્કી  થઈ જશે.ઉમેદવારીના દિવસે જબરદસ્ત સમર્થનના રૂપાલાએ સંકેત આપ્યા છે તેમણે ઉમેદવારીના દિવસે તમામ તેમને સમર્થકોને પાઘડી પહેરી આવવા  આહ્વાન કર્યું છે.હાઈકમાન્ડથી ક્લિનચીટ મળ્યા બાદ રૂપાલામાં આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી રહ્યાં છે. ઈકાલે જ આશાપુરા માતાજીના દર્શન કરી પરષોતમ  રૂપાલાએ પ્રચાર શરૂ કર્યો છે.અલગ અલગ વિસ્તારોમાં જઈ રૂપાલાએ પ્રચંડ પ્રચાર કર્યો છે.


પરષોતમ રૂપાલાના વિવાદિત નિવેદનનો શું છે મામલો


રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું.તેઓ આગળ કહે છે કે, “એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા” આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે.