બાબા રામદેવની કોરોના સામેની દવા છે સાવ સસ્તી, કિંમત જાણીને પડી જશો આશ્ચર્યમાં

પતંજલિની કોરોના માટેની દિવ્ય કોરોના કિટની કિંમત માત્ર રૂપિયા 545 રૂપિયા છે.

Continues below advertisement
નવી દિલ્લીઃ પંતજલિ દ્વારા આજે કોરોના માટેની આર્યુવેદિક દવા દિવ્ય કોરોનિલ ટેબ્લેટ લોંચ કરવામાં આવી છે. દિવ્ય કોરોનિલ ટેબ્લેટની સાથે શ્વસારી અને અણુ તેલ મળી કોરોના કીટ લોંચ કરવામાં આવી છે. બાબા રામદેવ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ત્રણેયના એક સાથે ઉપયોગથી કોરોના સંક્રમણ દૂર કરી શકાય છે. આ દવાની કિટની કિંમત માત્ર રૂપિયા 545 રૂપિયા છે. એટલું જ નહીં, બાબા રામદેવે કહ્યું છે કે, જેમની પાસે આટલા રૂપિયાની પણ સગવડ નથી, તેમને પતંજલિ મફતમાં દવા આપશે. એટલું જ નહીં, લોકોને ઘરે બેઠા દવા મળી રહે તે માટે ઓર્ડર મી એપ લોંચ કરવામાં આવશે. બાબા રામદેવે દાવો કર્યો છે કે, શરીરમાં ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસારી આપવાથી ફાયદો થશે. તે શરદી, ઉધરસને પણ એકસાથે મટાડે છે. અણુ તેલ નાકમાં નાખવામાં આવે છે અને તે કોરોના સામે રક્ષણ આપે છે. આમ, ત્રણેયના એક સાથે ઉપયોગથી કોરોના મટાડી શકાય છે. આ દવા 30 દિવસ સુધી લેવાની હોય છે. બાબા રામદેવે જણાવ્યું હતું કે, પૂરો દેશ અને દુનિયા જે ક્ષણની રાહ જોઈ રહ્યો હતો કે, ક્યાંકથી તો કોરોનાથી દવા આવશે, તે સમય આવી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની પહેલી આર્યુવેદિક દવા બનાવવામાં આવી છે. જે ક્લીનીકલી કંટ્રોલ્ડ ટ્રાયલ બેઝ્ડ, એવિડેન્સ રિસર્ચ બેઝ્ડ મેડિસિન પતંજલી રિસર્ચ સેન્ટર અને નીમ્સના સંયુક્તથી તૈયાર થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, અમે બે ટ્રાયલ કર્યા એક કંટ્રોલ્ડ ક્લીનીકલ સ્ટડી. જે દિલ્લી, અમદાવાદ, મેરઠ સહિત અનેક શહેરોમાં કરવામાં આવી. આ સ્ટડીમાં 280 દર્દીઓ હતા. જેના પરિણામ અપ્રતિમ હતા. જેમાં 100 ટકા દર્દીઓની રિકવરી થઈ. જેમાં 3 દિવસની અંદર 69% દર્દીઓ કોરોના પોઝિટિવમાંથી નેગેટીવ થયા હતા અને 100% દર્દીઓ 7 દિવસની અંદર સ્વસ્થ થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, આ એક ઐતિહાસિક ઘટના છે. બીજો તબક્કો હતો ક્લીનીકલ કંટ્રોલ ટ્રાયલ. જેના માટે પતંજલિ રિસર્ચ સેન્ટર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(નીમ્સ)ના સંયુક્ત પ્રયાસથી આ સંભવ થયું.
Continues below advertisement
Sponsored Links by Taboola