વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (12 માર્ચ) કર્ણાટકમાં 10 લેન બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટમાં નેશનલ હાઈવે-275ના બેંગલુરુ-નિદાઘટ્ટા-મૈસૂર સેક્શનને છ-માર્ગીય બનાવવાનો સમાવેશ થાય છે. આ 119 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ લગભગ 8,480 કરોડ રૂપિયાના કુલ ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.


ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદીએ રેલીને સંબોધી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે આજે કર્ણાટકની જનતા મને આશીર્વાદ આપી રહી છે. તેમણે કહ્યું કે કર્ણાટકમાં ડબલ એન્જિનની સરકાર સતત વિકાસ કરી રહી છે. પીએમે કહ્યું કે આજે દેશભરમાં બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસ વેની ચર્ચા થઈ રહી છે, તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.


વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ડબલ એન્જિન સરકાર કર્ણાટકના લોકોના પ્રેમનું વ્યાજ સાથે વળતર આપશે. તેમણે કહ્યું કે આજે દેશના યુવાનો આ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન પર ગર્વ અનુભવે છે. તેમણે કહ્યું કે દેશમાં આવા વધુ એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. પીએમએ કહ્યું કે હવે બેંગ્લોરથી મૈસૂર સુધીનો પ્રવાસનો સમય અડધો થઈ ગયો છે.


કોંગ્રેસમાં ફરી આંતરિક વિરોધ સપાટી પર, જાણો લલિત વસોયા અને કિરિટ પટેલે ક્યાં મુદ્દે વ્યક્ત કરી નારાજગી


Gujarat Congress:પ્રદેશ કોંગ્રેસ પ્રત્યે  ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યની નારાજગી ફરી એકવાર સામે આવી છે. ધોરાજી બેઠકના  પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને  પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે આ મુદ્દે મોન તોડતા મીડિયા સમક્ષ પાર્ટી સાથેની નારાજગીના મુદ્દા વ્યક્ત કર્યાં હતા. આ કારણે પ્રદેશ પાર્ટીમાં વિવાદ સપાટી પર જોવા મળ્યો છે.


પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે પાર્ટીની કાર્ય પ્રણાલી પર સવાલ ઉઠાવ્યાં છે. કિરિટ પટેલે જણાવ્યું કે, પાર્ટીની કાર્ય પદ્ધતિ જો નહી સુધરે તો કોઇ નવો નિર્ણય મક્કમ પણે લેવો પડશે. પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે જણાવ્યું કે,પક્ષ વિરોધી કામ કરતાં લોકો સામે પગલા લેવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઇ પગલા ન લેવાતા પક્ષની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી હતી.


લલિત વસોયાએ એબીપી અસ્મિતા સમક્ષ વાત કરતા જણાવ્યું કે, કોંગ્રેસ સંગઠન સામેની નારાજગીના મુદ્દે વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક મુદ્દા છે. જે કોગ્રેસ હાઇકમાન્ડ સુધી પહોંચવા જોઇએ. આ મુદ્દે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, , સંગઠન મજબુત નથી, કાર્યકરોની વાત સંગઠન કે હાઇકમાન્ડ સુઘી પહોંચતી નથી. કોઇ સાંભળતુ નથી અને લોકસભાની ચૂંટણીને લઇને  કોંગ્રેસે હવે સક્રિય થવાની જરુર છે. 


જગદિશ ઠાકોરે આપી પ્રતિક્રિયા