PM Modi ISRO Visit:ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા બેંગલુરુ પહોંચ્યા છે. બે દેશોનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ શનિવારે (26 ઓગસ્ટ) વડાપ્રધાન દિલ્હી ગયા ન હતા અને સીધા બેંગલુરુ ગયા હતા. પીએમ મોદી ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્કની પણ મુલાકાત લેશે, જે ઈસરોમાં ઉપગ્રહોના પ્રક્ષેપણ અને દેખરેખ માટે બનાવવામાં આવેલ કેન્દ્ર છે.
હકીકતમાં ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પગ મુકીને ઈતિહાસ રચ્યો છે. જેનો પડઘો આખી દુનિયાભરમાં પડ્યો છે. 23 ઓગસ્ટે સાંજે 6:04 વાગ્યે ચંદ્રયાન 3 ચંદ્ર પર ઉતર્યું કે તરત જ સમગ્ર વિશ્વ ઉજવણીમાં મગ્ન થઇ ગયું. ત્યારે પીએમ મોદીએ દેશવાસીઓને અભિનંદન આપતાં વૈજ્ઞાનિકોને મળવાની વાત કરી હતી. પીએમ મોદી ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોની ટીમના વૈજ્ઞાનિકોને મળ્યા હતા.
કર્ણાટક બીજેપી પ્રમુખ નલિન કુમાર કાતિલ બેંગલુરુના HAL એરપોર્ટની બહાર PM મોદીનું સ્વાગત કરવા માટે પહોચ્યા હતા.જેઓ દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના તેમના બે દેશોના પ્રવાસને સમાપ્ત કર્યા પછી ત્યાં પહોંચ્યા હતા.
વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદી ભાવુક થઈ ગયા
ઈસરોના કમાન્ડ સેન્ટર પહોંચ્યા બાદ પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તે ક્ષણે તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, તન અને મન ખુશીઓથી સભર થઇ ગયું છે. ભારત હવે ચંદ્ર પર છે.
પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કહ્યું, 'હું તમને મળવા માટે મારૂ મન બેચેન હતું. હું ખૂબ જ ઉત્સુક હતો
બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં PM મોદીએ કહ્યું, "આજે હું એક અલગ સ્તરની ખુશી અનુભવી રહ્યો છું. આવી તકો બહુ ઓછી મળે છે. આ વખતે હું ખૂબ જ બેચેન હતો. હું દક્ષિણ આફ્રિકામાં હતો પણ મારું હૃદય તમારી સાથે હતું.."
ISRO સેન્ટરમાં PM મોદીએ કહ્યું, 'હું તમને વહેલી તકે મળવા માંગતો હતો
PM મોદીએ ભાવુક થઈને વૈજ્ઞાનિકોને કહ્યું, "હું તમને શક્ય તેટલી વહેલી તકે મળવા માંગતો હતો અને તમને સલામ કરવા માંગતો હતો... હું તમારા પ્રયત્નોને સલામ કરું છું."
ISRO સેન્ટરમાં PM મોદીએ કહ્યું, 'હું તમને વહેલી તકે મળવા માંગતો હતો
PM મોદીએ ભાવુક થઈને વૈજ્ઞાનિકોને કહ્યું, "હું તમને શક્ય તેટલી વહેલી તકે મળવા માંગતો હતો અને તમને સલામ કરવા માંગતો હતો... હું તમારા પ્રયત્નોને સલામ કરું છું."