PM Modi Mother Heeraben Passed Away: વડાપ્રધાનની માતા હીરાબાનું નિધન થયુ હતું. હીરાબાએ અમદાવાદ ખાતે આવેલી યુ,એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી માતા હીરાબાના નિધનની જાણકારી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબા જૂનમાં જ 100 વર્ષના થયા હતા. પીએમ મોદીની માતાના નિધનને લઈને દુનિયાભરના રાજનેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન પણ શામેલ છે. 


પીએમ મોદીના માતા હીરાબેન મોદી પંચતત્વમાં ભળી ગયા. પીએમ મોદીની માતા (હીરાબેન મોદીનું નિધન) થયા બાદ દેશભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. સાથે જ દુનિયાભરના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફ, નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડ સહિત ઘણા આંતરરાષ્ટ્રીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે અને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીના માતા હીરાબેન મોદીના ગાંધીનગરના સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. હીરાબાએ આજે શુક્રવારે અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.






શાહબાઝ શરીફે કહ્યું કે... 


પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે હીરાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શરીફે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'માતાને ગુમાવવાથી મોટું કોઈ દુઃખ નથી. હું પીએમ મોદી અને તેમના પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.


નેપાળના પીએમએ શોક વ્યક્ત કર્યો


દુનિયાભરના ઘણા પીએમ મોદીની માતાના નિધન પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.






શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ શોક વ્યક્ત કર્યો 


આ સિવાય શ્રીલંકાના પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, “PM મોદીના માતા હીરાબેનના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તમારા પ્રિય માતાને ગુમાવવાની ખોટ પર દુઃખની આ ઘડીમાં અમારા વિચારો અને પ્રાર્થના પીએમ મોદી અને તેમના પરિવાર સાથે છે.






આ હસ્તીઓએ પણ વ્યક્ત કર્યો શોક


દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર દેશના ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત ડેનિયલ કાર્મોન દુઃખ વ્યક્ત કર્યું હતું. તો રશિયાના ભારત ખાતેના રાજદુતે પણ હિરાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તો ભારતના રાજનેતાઓની વાત કરવામાં આવે તો કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ, મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, શેહજાદ પૂનાવાલા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય લોકોએ ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો.