Operation Sindoor: ભારતે પાકિસ્તાન સામે જોરદાર ફટકો માર્યો છે. સેના, નૌકાદળ અને વાયુસેનાના સંયુક્ત ઓપરેશનમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારતે આ અભિયાનને ઓપરેશન સિંદૂર નામ આપ્યું. સેનાએ પ્રેસ કોન્ફરન્સમાં ભારતની કાર્યવાહી વિશે સંપૂર્ણ માહિતી આપી. એવું કહેવામાં આવ્યું હતું કે ઓપરેશન રાત્રે 1:05 વાગ્યે શરૂ થયું હતું અને 1:30 વાગ્યે સમાપ્ત થયું. 25 મિનિટમાં 21 લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો.
પીએમ મોદીએ સેનાની પ્રશંસા કરી
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળના સાથીદારોને પાકિસ્તાન વિરુદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન વિશે માહિતી આપી હતી. ભારતીય સેનાએ તૈયારી મુજબ અને કોઈપણ ભૂલ વિના કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્રીય મંત્રીમંડળના તમામ મંત્રીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે આખો દેશ તેમની સાથે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેનાની પ્રશંસા કરી.
ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રીનું સંબોધન
ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદી ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સમાં બોલી રહ્યા છે. તેઓ ભારતના અવકાશ કાર્યક્રમ વિશે વાત કરી હતી. તેમણે સેનાની પીઠને થપથપાવતા સેનાની કામગીરીને બરદાવી છે.
ભારત દ્વારા 'ઓપરેશન સિંદૂર' અંગે યોજાયેલી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને બે મહિલા લશ્કરી અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રથમ કર્નલ સોફિયા કુરેશી અને બીજા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, બંને મહિલા અધિકારીઓએ ભારતીય સેનાની બહાદુરી વિશ્વ સમક્ષ રજૂ કરી અને ભારતીય સેનાએ આતંકવાદને કેવી રીતે ખતમ કરી રહી છે તેની માહિતી આપી હતી.
ભારતીય સેનાની મહિલા અધિકારી લેફ્ટિનન્ટ કર્નલ સોફિયા કુરેશી પાકિસ્તાની આતંકવાદી સંગઠન વિરુદ્ધ ભારત દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ની જાણકારી દુનિયાને આપી હતી. કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનામાં લેફ્ટિનન્ટ કર્નલનો હોદ્દો ધરાવતા અધિકારી છે. તેઓ હાલમાં સિગ્નલ કોર્પ્સમાં સેવા આપે છે. કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાની પ્રથમ મહિલા અધિકારી છે જે આર્મી ટ્રેનિંગ 'એક્સરસાઇઝ ફોર્સ 18' પ્રોગ્રામને લીડ કરી રહ્યા છે.