PM Modi Lakshadweep Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લક્ષદ્વીપ પ્રવાસની રસપ્રદ તસવીરો શેર કરી છે. સ્નોર્કલિંગનો ફોટો શેર કરતા પીએમે કહ્યું કે લક્ષદ્વીપ એવા લોકોની યાદીમાં હોવું જોઈએ જે એડવેન્ચર કરવા માંગે છે. મેં સ્નોર્કલિંગ કરવાનો પ્રયાસ કર્યો. તે એક આનંદદાયક અનુભવ હતો.


પીએમ મોદીએ તેમના બીચ વોકની તસવીરો પણ શેર કરી છે. ફોટોમાં પીએમ ખુરશી પર બેસીને સમુદ્રનો નજારો જોતા જોવા મળે છે.




આ ઉપરાંત પીએમ મોદીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. જેમાં આયુષ્માન ભારત, પીએમ-કિસાન, પીએમ-આવાસ અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓનો લાભ લેનારા લોકોનો સમાવેશ થાય છે.


પ્રવાસનો ફોટો શેર કરતા પીએમ મોદીએ લખ્યું કે લક્ષદ્વીપ માત્ર ટાપુઓનો સમૂહ નથી; તે પરંપરાઓનો વારસો છે અને ત્યાંના લોકોની ભાવનાનું પ્રમાણપત્ર છે. મારી સફર શીખવાની અને વિકાસની સમૃદ્ધ રહી છે.


શું કહ્યું પીએમ મોદીએ?


પીએમ મોદીએ કહ્યું કે, મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાનો મોકો મળ્યો. હું હજી પણ તેના ટાપુઓની અદ્ભુત સુંદરતા અને તેના લોકોની અવિશ્વસનીય હૂંફથી આશ્ચર્યચકિત છું. મને અગાટી, બાંગારામ અને કાવારત્તીમાં લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળી. હું ટાપુના લોકોનો આભાર માનું છું.




ધ્યેય શું છે?


પીએમ મોદીએ કહ્યું કે, અમારી સરકારનો ઉદ્દેશ્ય વિકાસ દ્વારા લોકોના જીવનને ઉન્નત કરવાનો છે. તેમને વધુ સારી આરોગ્ય સેવા આપવાની સાથે ઝડપી ઈન્ટરનેટ અને પીવાના પાણીની વ્યવસ્થા પુરી પાડવાનો છે.  ભવિષ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાની સાથે  સ્થાનિક સંસ્કૃતિનો વારસને પણ જીવંત રાખીને આગળ વધવાનો ઉદેશ છે.