CDS Helicopter Crash :  ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બીપીન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ વડાપ્રધાન મોદીએ ઇમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી સાથે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા એક કલાકથી સંરક્ષણ મંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક એક કલાક  ચાલી હતી. છે. મળતી માહિતી મુજબ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દુર્ઘટના વિશેની પ્રાથમિક જાણકારી વડાપ્રધાન નરેદન્દ્ર મોદીને આપી હતી.


આ દુર્ઘટનાને લઇને પીએમ મોદીએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે વિસ્તારથી ચર્ચા કરી. દુર્ઘટનાના કારણનું તપાસ કરવા માટે પીએમ મોદીએ આદેશ આપ્યાં છે. ઉપરાંત ડોક્ટર સાથે પણ બીપિન રાવતની સ્થિતિ વિશે માહિતી લીધી હતી. દિલ્લીની એક ડોક્ટર ટીમને પણ દિલ્લી રવાના કરી દેવાઇ છે. રાજનાથ સિંહ ડોક્ટરની ટીમને લઇને કૂન્નર પહોંચશે.


તમિલનાડુના કૂન્નૂર જિલ્લામાં થયું હેલિકોપ્ટપ ક્રેશ


ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને લઇને જઇ રહેલ હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નર જિલ્લાના ગાઢ જંગલમાં ક્રેશ થઇ ગયું, આ હેલિકોપ્ટરમાં જનરલ બિપીન રાવતની સાથે તેમની પત્ની મધુલિકા રાવત અને સૈન્ય અધિકારી પણ સામેલ હતા. જાણકારી મુજબ હેલિકોપ્ટપમાં સવાર ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ મળ્યાં છે. સેનાએ તાબડતોબ રેસ્કયૂ ઓપરેશન હાથ ધરીને ઘાયલોને હોસ્પિટલ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. રાહુલ ગાંધીએ બિપીન રાવતના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થન કરી છે. તો નીતિન ગડકરીએ પણ તેમની સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.


હેલિકોપ્ટરમાં આ લોકો હતા સવાર



  1. ચીફ ઓફ ડિફન્સ જનરલ બીપિન રાવત

  2. ડિફેન્સ વિમેન વેલફેર અસોશિએશનના અધ્યક્ષ મધુલિકા રાવત

  3. સીડીએસના બ્રિગેડિયર લિદ્રર

  4. સિક્યોરિટી ઓફિસર હરજિંદર સિંહ

  5. પીએસઓ નાયક જિતેન્દ્ર સિંહ

  6. પીએસઓ લાન્સ નાયક વિવેક કુમાર

  7. પીએસઓ લાન્સ બી. સાઇતેજા

  8. પીએસઓ હવાલદાર સતપાલ


આ સાથે અન્ય 6 અધિકારી પણ  હેલિકોપ્ટરરમાં સવાર હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 8 લોકોના મોતની પુષ્ટી થઇ છે.