President in Sukhoi: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે આસામના તેજપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ વિમાનમાં ઉડાન ભરી હતી.


ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શનિવારે પાયલોટના યુનિફોર્મમાં  જોવા મળ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુ તેમની પરંપરાગત સાડીને બદલે એરફોર્સ પાઇલટનો ડ્રેસ પહેરેલા જોવા મળ્યા હતા. આ નજારો આસામના તેજ એરફોર્સ સ્ટેશનનો  હતો, જ્યાં રાષ્ટ્રપતિએ ભારતીય વાયુસેનાના સુખોઈ ફાઈટર એરક્રાફ્ટથી ઉડાન ભરી હતી. રાષ્ટ્રપતિ ત્રણેય સેનાઓના સર્વોચ્ચ કમાન્ડર છે.


ટેકઓફના થોડા સમય બાદ રાષ્ટ્રપતિ મુર્મુના સુખોઈ વિમાને તેજપુર સ્ટેશન પર સુરક્ષિત ઉતરાણ કર્યું હતું. આ સાથે દ્રૌપદી મુર્મુ આવું કરનાર ભારતની બીજી મહિલા રાષ્ટ્રપતિ બની ગઈ છે. તેમના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ સુખોઈમાં ઉડાન ભરી ચૂક્યા છે. તેણે 2009માં પુણે એરફોર્સ બેઝ પરથી સુખોઈ ફાઈટર જેટમાં ઉડાન ભરી હતી.


રાષ્ટ્રપતિ મુર્મુએ સુખોઈના MK-30Iથી ઉડાન ભરી હતી. તે રશિયા દ્વારા વિકસિત બે સીટર ફાઇટર એરક્રાફ્ટ છે. તે ભારતના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા લાઇસન્સ હેઠળ બનાવવામાં આવ્યું છે.






રાષ્ટ્રપતિ ત્રણ દિવસની આસામની મુલાકાતે છે


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આસામના ત્રણ દિવસના પ્રવાસે છે. તેઓ  6ઠ્ઠી એપ્રિલે આસામ પહોંચ્યા હતા. પહેલા દિવસે તેમણે કાઝીરંગા નેશનલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી, 7 એપ્રિલે, રાષ્ટ્રપતિએ માઉન્ટ કંચનજંગા અભિયાન-2023ને લીલી ઝંડી બતાવી. શુક્રવારે બે દિવસીય ગજા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું અને પછી ગૌહાટી હાઈકોર્ટના 75 વર્ષ પૂરા થવાના પ્રસંગે આયોજિત ઉજવણીમાં હાજરી આપી.


શનિવારે રાષ્ટ્રપતિ ગુવાહાટીથી તેજપુર સ્થિત એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં એર માર્શલ એસપી ધારકરે સુપ્રીમ કમાન્ડરનું સ્વાગત કર્યું. દેશના રાષ્ટ્રપતિ બન્યા બાદ દ્રૌપદી મુર્મુની આ બીજી આસામની મુલાકાત છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વીટ કરીને રાષ્ટ્રપતિનું આગમન પર સ્વાગત કર્યું છે.


Junior Clerk Exam: જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને રેલવે દોડાવશે સ્પેશ્યલ ટ્રેન, આ શહેરોમાં વિદ્યાર્થીઓ માટે કરવામાં રહેવા-જમવાની વ્યવસ્થા


Junior Clerk Exam: તારીખ 9/ 4 /2023 રવિવારના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવાની છે. જુનિયર ક્લાર્ક પરીક્ષાને લઈને રેલવે સ્પેશયલ ટ્રેન દોડાવશે. 9 એપ્રિલે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે 'પરીક્ષા સ્પેશયલ ટ્રેન' દોડશે. રાજકોટ - જૂનાગઢ - રાજકોટ અને જૂનાગઢ - રાજકોટ - જૂનાગઢ 2 જોડી ટ્રેન 9 એપ્રિલે દોડશે. રાજકોટથી જૂનાગઢ માટે સવારે 7 વાગ્યે ટ્રેન ઉપડશે,રિટર્ન 3 વાગ્યે ઉપડશે. જૂનાગઢથી રાજકોટ જવા માટે સવારે જૂનાગઢ સ્ટેશનથી 7.30 વાગ્યે ટ્રેન ઉપડશે, રિટર્ન 2.55 વાગ્યે ઉપડશે. એસટી દ્વારા પણ 250 એક્સ્ટ્રા બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે રેલવે તંત્ર દ્વારા પણ ઉમેદવારોને આવવા જવામાં મુશ્કેલી ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ એસટી બસ સ્ટેન્ડ ખાતે બુકિંગ માટે વાલી અને વિદ્યાર્થીઓની કતારો જોવા મળી રહી છે.


તો બીજી તરફ રવિવારના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવાની છે ત્યારે માળી સમાજના* વિદ્યાર્થીઓને પાલનપુર પરીક્ષા આપવાની થતી હોય તેવા વિદ્યાર્થીઓ માટે રહેવા, જમવાની સુવિધા સમાજની  અંબિકા વાડી , ટેલિફોન એક્સચેન્જની પાછળ પાલનપુરમાં કરવામાં આવી છે. તો જે વિદ્યાર્થીઓને પાલનપુર પરીક્ષા આપવાની હોય તેમણે  તારીખ 8/ 4/ 2023 શનીવારના રોજ સાંજે માળી સમાજની અંબિકા વાડી ખાતે આવી જવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ આવવા માંગતા હોય તે વિદ્યાર્થીઓએ નીચેના નંબર પર  અગાઉથી તમારું નામ નોંધાવી દેવાનું રહેશે. 


9426311718 હર્ષદભાઈ 
9824563113 શાંતિભાઈ 
8401020334 ભુપેન્દ્રભાઈ 
9925310488 પ્રદીપભાઈ 
9723969381 વિરાટભાઈ
9686189655 વિશાલભાઈ


ગુજરાત સરકારની પંચાયત વિભાગની આગામી તા.૦૯/૦૪/૨૦૨૩ ની જુનિયર ક્લાર્કની પરીક્ષાને અનુલક્ષીને  દેવભૂમિ દ્વારકા જિલ્લાની રઘુવંશી કન્યાઓને ખંભાળિયા કેન્દ્ર ખાતે જેમને પરીક્ષા આપવાની થતી હોય તેવી અન્ય શહેર કે બહારગામથી આવતી રઘુવંશી પરીક્ષાર્થી દીકરીઓ માટે આગલી રાત્રે ઉતારા સહિત જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવેલ છે. સ્થળ : માતુશ્રી સંતોકબેન ગોરધનદાસ માપરા લોહાણા કન્યા છાત્રલય ટ્રસ્ટ જામ ખંભાળીયા. સંપર્ક :  શ્રીમતી મૃદુલબેન તન્ના 9428688321, સીમાબેન  8000347110 (નોંધઃ પરિક્ષાર્થી એ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે તેમજ વ્યવસ્થાના ભાગ રૂપે આઈ.ડી. પ્રુફ સાથે રાખવું જરૂરી છે.)