Rahul Gandhi Passport Case:રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આગામી 3 વર્ષ માટે એનઓસી આપી છે. સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીએ પોતાનો રાજકિય પાસપોર્ટ સબમિટ કરી દીધો  હતો.


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે, વિશેષ કોર્ટે તેમને નવો પાસપોર્ટ બનાવવાની મંજૂરી આપી છે. તેમને મળેલ આ NOC આગામી 3 વર્ષ માટે માન્ય રહેશે. સંસદનું સભ્યપદ છોડ્યા પછી, તેણે પોતાનો રાજકિય  પાસપોર્ટ જમા કરાવી દીધો  છે અને પોતાના માટે બનાવેલ સામાન્ય પાસપોર્ટ મેળવવા માટે અરજી કરી છે


ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પાસપોર્ટ મામલે રાહુલ ગાંધીને NOC આપવાનો વિરોધ કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં જામીન પર છે અને આ મામલાની સંવેદનશીલતાને જોતા તેમને પાસપોર્ટ મેળવવા માટે NOC આપવામાં આવી જે ન આપવી જોઈએ નહીં.


કોર્ટરૂમમાં શું થયું?


રાહુલ ગાંધીને પાસપોર્ટ આપવાના કેસની સુનાવણી માટે ડો.સુબ્રમણ્યમ સ્વામી અને રાહુલના વકીલ કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા. રાહુલના પાસપોર્ટ પર NOC આપવાના મામલે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. આ દરમિયાન સ્વામીએ કોર્ટને કહ્યું કે, સામાન્ય વ્યક્તિ વધુમાં વધુ 10 વર્ષ સુધી પોતાનો પાસપોર્ટ મેળવી શકે છે પરંતુ આ એક ખાસ કેસ છે.


શું રાહુલ પાસે બ્રિટિશ પાસપોર્ટ છે?


સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, 10 વર્ષ માટે પાસપોર્ટ જારી કરવા માટે કોઈ માન્ય કે અસરકારક કારણ નથી. તેમણે કહ્યું કે, મૂળભૂત અધિકારોની જેમ પાસપોર્ટ રાખવાનો અધિકાર પણ સંપૂર્ણ અધિકાર નથી. આ સિવાય સ્વામીએ કોર્ટને કહ્યું કે 2019માં રાહુલ ગાંધીને મંત્રાલય દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું રાહુલ ગાંધી પાસે બ્રિટિશ પાસપોર્ટ છે? પરંતુ તેણે આ અંગે કોઈ સાચો જવાબ આપ્યો ન હતો.સ્વામીના કહેવા પ્રમાણે, ભારતના કાયદા અનુસાર, જો કોઈના નાગરિક પાસે બીજા દેશની નાગરિકતા છે, તો તેને ભારતીય નાગરિકતા મળી શકે નહીં.


Supreme Court: નવા સંસદ ભવનનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ધઘાટનની માંગણી કરતી અરજી ફગાવાઇ, કરી આ વાત


રાષ્ટ્રપતિ દ્વારા સંસદના ઉદ્ઘાટનને લઈને વિવાદ ચાલુ છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.


સુપ્રીમ કોર્ટે પીએમ મોદી દ્વારા નવી સંસદના ઉદ્ઘાટનને લઈને અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અરજદારના વકીલને કહ્યું કે, 'આવી અરજી દાખલ કરવા બદલ અમે તમારા પર દંડ કેમ ન લગાવીએ.' સુનાવણી દરમિયાન, અરજદાર વતી દલીલ કરતી વખતે, કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ પાસે બંધારણીય વડાનું પદ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, 'અમે  આ મામલે દખલ કરવા માંગતા નથી.'


નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે બહાર પાડવામાં આવશે ખાસ 'સિક્કો', હશે અનેક વિશેષતાઓ


75 rupees coin: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ પ્રસંગે 75 રૂપિયાનો નવો સિક્કો પણ બહાર પાડવામાં આવશે, જેમાં ઘણી વિશેષતાઓ હશે. નાણા મંત્રાલયે નવા સિક્કા બનાવવા અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે.









નાણા મંત્રાલયની સૂચના અનુસાર, નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે 75 રૂપિયાનો સિક્કો (Rs 75 Coin) લોન્ચ કરવામાં આવશે. આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે. તેમાં 50 ટકા ચાંદી અને 40 ટકા તાંબાનું મિશ્રણ હશે. 5-5 ટકા નિકલ અને ઝીંક મેટલ્સ હશે.


નવો સિક્કો આવો હશે









કોલકાતા ટંકશાળમાં બનશે સિક્કો


આ સિક્કો ભારત સરકારની કોલકાતા ટંકશાળમાં બનાવવામાં આવી રહ્યો છે. નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પીએમ મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. નાણા મંત્રાલયે કહ્યું છે કે આ સિક્કાને ફર્સ્ટ શેડ્યૂલના નિયમોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.


કેટલાક રાજકીય પક્ષોનો વિરોધ


તમને જણાવી દઈએ કે નવા સંસદ ભવનને લઈને દેશમાં રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે. કોંગ્રેસ સહિત કેટલાક રાજકીય પક્ષોએ નવા સંસદભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વિરોધી પક્ષોની દલીલ છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા થવું જોઈએ, વડાપ્રધાન દ્વારા નહીં.


આવું હશે નવું સંસદ ભવન


નવા સંસદ ભવન વિશે વાત કરીએ તો તેને ત્રિકોણાકાર આકારમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. નવા સંસદ ગૃહમાં લોકસભામાં 888 બેઠકો છે અને વિઝિટર ગેલેરીમાં 336 થી વધુ લોકો માટે બેઠક છે. તે જ સમયે, નવી રાજ્યસભામાં 384 બેઠકો છે અને મુલાકાતીઓની ગેલેરીમાં 336 થી વધુ લોકોની બેઠક ક્ષમતા છે. નવા સંસદભવનના નિર્માણમાં ભારતીય પરંપરાની સાથે સાથે આધુનિકતાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેના કેમ્પસ વિવિધ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે.